તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મગફળીનાં ખરીદી કેન્દ્રો પર નિવૃત્ત સૈનિકો તહેનાત રહેશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 1 ઓક્ટોબરથી રજિસ્ટ્રેશન શરૂ કરાશે
  • ખરીદીમાં ગેરરીતિ ન થાય તે માટે નિર્ણય

ગાંધીનગર: રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદી માટે આગામી 1લી ઓક્ટોબરથી ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ થનાર છે ત્યારે મગફળીની પ્રક્રિયામાં ગેરરીતિ ન થાય તેની આગોતરી તકેદારી અને વ્યવસ્થા પુરવઠા નિગમ દ્વારા કરવામાં આવી રહી છે.
 
કેન્દ્રો પર પોલીસ ઉપલબ્ધ થઇ શકે તેમ નહીં હોવાથી જીઆઇએસએફના જવાનો અને નિવૃત્ત સૈનિકોની મદદ લેવાશે અગાઉ કેન્દ્રો ઉપરથી ખરીદાયેલી મગફળી ગોડાઉન સુધી પહોંચાડતી વખતે રસ્તામાં સારી ક્વોલિટીની મગફળી બદલાઇ જતી હોવાના કિસ્સા બન્યા હતા. આવું ન બને તે માટે ખરીદ કેન્દ્રો ઉપર ગ્રેડિંગ થયા બાદ તે મગફળી ગોડાઉનમાં પહોંચે ત્યારે એ જ ગ્રેડની છે કે નહીં તેની ફરી ચકાસણી કરાશે.ખરીદીની પ્રક્રિયામાં સ્ટાફની વ્યાપક જરૂરિયાત હોવાથી પુરવઠા નિગમ દ્વારા કૃષિ વિભાગને આઉટ સોર્સિંગથી સ્ટાફ લેવા માટે કહેવાયું છે. 

અન્ય સમાચારો પણ છે...