ગુજરાત / અમદાવાદ અને સુરત વિધાનસભા ચૂંટણી પહેલા મેટ્રોપોલિટન સિટીનો દરજ્જો મેળવી લેશે

Ahmedabad and Surat to get Metropolitan City status before 2021 Gujarat Assembly Election

  • મેટ્રોપોલિટન સિટીનો દરજ્જો પ્રાપ્ત અમદાવાદનો વિસ્તાર અને અમદાવાદીઓનો પગાર વધશે
  • અમદાવાદ મેટ્રોપોલિટન સિટી બને પછી પગાર-ભથ્થાંમાં વધારાનો લાભ મળશે

Divyabhaskar.com

Nov 29, 2019, 06:33 PM IST
ગાંધીનગર: અમદાવાદ અને સુરત આવતી વિધાનસભા ચૂંટણી પહેલા મેટ્રોપોલિટન સિટીનો દરજ્જો પ્રાપ્ત કરી લેશે. આ સાથે શહેરી વસતીને મોંઘવારી ભથ્થું અને ઘરભાડા ભથ્થું, વસતી તેમજ શહેરના વિસ્તાર પ્રમાણે નક્કી થતું હોવાથી અમદાવાદીઓના પગારમાં વધારો થશે.
ગાંધીનગર સુધીના વિસ્તાર અમદાવાદમાં સમાશે
આ ઉપરાંત કેન્દ્ર સરકાર તરફથી વધુ ગ્રાન્ટ મળવા સાથે માળખાકીય સુવિધા પણ વધશે. 2021માં જાહેર થનારી વસ્તી ગણતરીના આંકડા અનુસાર એક અંદાજ પ્રમાણે અમદાવાદ શહેરની વસતી એક કરોડની આસપાસ આંબી જશે, જેમાં બૃહદ અમદાવાદ વિસ્તારોનો સમાવેશ થશે અને તેથી બોપલ, શીલજ ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને ગાંધીનગર સુધીના તમામ ભાગનો સમાવેશ થશે.નવા વિસ્તારો ભળવા સાથે અમદાવાદનો વ્યાપ પણ વધશે.
વસતી ગણતરી પછી ફેરફાર
2011ની વસતી ગણતરી પ્રમાણે શહેરની વસતી હાલમાં 55 લાખ છે. નવા વિસ્તારોનો સમાવેશ કરવાથી આ આંકડો અંદાજે 57 લાખ થશે. એક વોર્ડમાં 1.17 લાખની સરેરાશ વસતી મુજબ હાલ અમદાવાદ મ્યુનિ.માં 48 વોર્ડ છે. નિયમ મુજબ તેમાં 10 ટકા વસતી સરપ્લસ કરી શકાય છે. જેથી નવા વિસ્તારો હાલના વોર્ડમાં મર્જ કરી દેવામાં આવશે. 2021માં ગણતરી થશે તે પછીથી નિયમ પ્રમાણે આખા શહેરનું નવેસરથી સીમાંકન કરાશે.
સરકારને દરખાસ્ત મોકલાઈ
શહેરની ફરતેના 76 કિલોમીટરના રિંગ રોડને અડીને આવેલી બોપલ-ઘુમા નગરપાલિકા સહિત 6 ગ્રામ પંચાયતો અમદાવાદ મહાનગરપાલિકામાં ભેળવી દેવાની દરખાસ્ત સરકારમાં મોકલી દેવાઈ છે. હવે મ્યુનિ.એ તેની વોર્ડ રચના અને નક્શાના પ્લાનિંગ શરૂ કર્યા છે. 2011ની વસતી ગણતરી મુજબ કુલ 7 ગામોની 1.06,702 વસતીનો મ્યુનિ.માં સમાવેશ થશે.
એક પણ નવો વોર્ડ નહીં બને
પણ નવી વોર્ડ રચના પ્રમાણે અમદાવાદમાં એક પણ નવો વોર્ડ બનાવાશે નહીં. હાલમાં જે વોર્ડ છે તેમાં જ નવા ભળેલા ગામોને વહેંચી દેવામાં આવશે. અર્થાત આગામી છ મહિનામાં યોજાનારી ચૂંટણી પણ 48 વોર્ડ મુજબ જ થશે. 7 ગામોમાં સૌથી વધુ વસતી બોપલ-ઘુમા નગરપાલિકામાં 54057 છે તેને બોડકદેવ, મકતમપુરા અને ગોતા વોર્ડમાં મર્જ કરી દેવાશે.
અમદાવાદ- ગાંધીનગર ટ્વિન સિટી વિકસાવાશે
સરદાર પટેલ રિંગ રોડની આસપાસ અર્ફોડેબલ ઝોન છે જે આખે આખો સિટીમાં ભળી જશે. જ્યારે ગાંધીનગર મહાનગરપાલિકાની હદ પણ અડાલજ અને કોબા સુધી વધારી દેવામાં આવશે. અમદાવાદ- ગાંધીનગર બંને મ્યુનિ.ની હદ એકબીજાને અડી જવાના કારણે ટ્વિન સિટી તરીકે વિકસાવાશે. જો કે બોપલ-ઘુમા સહિતના વિસ્તારો મ્યુનિ.માં ભળવાના કારણે વિધાનસભા વિસ્તારોમાં કોઈ ફેર નહીં પડે તેમ અધિકારી સૂત્રોનું કહેવું છે. નિયમ મુજબ, વિધાનસભાનું સીમાંકનમાં હાલમાં કોઈ ફેરફાર કરી શકાય તેમ નથી. 2032 સુધી વિધાનસભા વિસ્તારો જેમ છે તેમજ રહેશે.
X
Ahmedabad and Surat to get Metropolitan City status before 2021 Gujarat Assembly Election
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી