તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજ્ય ચૂંટણી પંચની 89 ઉમેદવારને ખર્ચનો હિસાબ રજુ ન કરતાં નોટિસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઈલેક્શન ડેસ્કઃ ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે 26 લોકસભા પર ઉમેદવારી કરી રહેલા કુલ 371 ઉમેદવારોમાંથી 89 ઉમેદવારોએ ખર્ચનો હિસાબ ન રજુ કરતાં નોટિસ અપાઈ છે. આચારસંહિતાના નિયમો અનુસાર ચૂંટણી સંદર્ભે થતાં ખર્ચની વિગતો ચૂંટણી પંચ સમક્ષ રજુ કરવાની હોય છે. 

જામનગરના સૌથી વધુ 16 ઉમેદવારોને નોટિસ

રાજ્ય ચૂંટણી પંચે 26 બેઠકો પરના 89 ઉમેદવારોને ખર્ચનો હિસાબ રજૂ ના કરતાં નોટિસ આપી છે. જેમાંથી જામનગર બેઠકના સૌથી વધુ 16 ઉમેદવાર છે. આ સાથે કચ્છ,અમદાવાદ પૂર્વ, ભાવનગર, આણંદ, બારડોલી, સુરત, અને વલસાડ બેઠકના ઉમેદવારોને નોટિસ આપી છે.