તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાતમાં 26 લોકસભા બેઠક પર 28 માર્ચથી ફોર્મ ભરાશે, 23 એપ્રિલે મતદાન

3 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • ગુજરાતની બે વિધાનસભા બેઠકોની ચૂંટણી પણ 23મી એપ્રિલે યોજાશે
 • તાલાલા, માણાવદર અને હળવદ-ધ્રાગધ્રાની પેટાચૂંટણી જાહેર થઈ નથી

ગાંધીનગર: લોકસભા ચૂંટણીની ગઈકાલે જાહેરાત થઈ ગઈ છે. મુખ્ય ચૂંટણી અધિકારી જાહેરાત કરી હતી. 28મી માર્ચે ચૂંટણી જાહેરનામું પ્રસિધ્ધ થશે. રાજ્યની 26 બેઠકો પર 28 માર્ચથી ફાર્મ ભરવાની કામગીરી શરૂ થશે. જે 4 એપ્રિલ સુધી ચાલશે. ત્યારબાદ 5મી એપ્રિલે ફોર્મ ચકાસણી થશે. ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ 8 એપ્રિલ રહેશે. ગુજરાત વિધાનસભાની બે બેઠકો ઊંઝા અને તાલાલાની પેટાચૂંટણી પણ લોકસભા ચૂંટણી સાથે યોજાશે.
ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી ડો એસ  મુરલીક્રિષ્ને જણાવ્યું હતું કે, 23 એપ્રિલે રાજ્યની 26 બેઠકો પર એક જ દિવસે ચૂંટણી યોજાશે.  પરિણામ પણ એક મહિના બાદ સમગ્ર દેશની સાથે 23મી મેએ મતગણતરી બાદ જાહેર કરાશે.

પુરૂષો 23256688 સ્ત્રી 214884374 અન્ય 1054 કુલ 44746179

વય જૂથસંખ્યા
18/19767064
20/299868243
30/3911511639
40/498980735
50/596728586
60/694076013
70/792075743
80થી વધારે738156

 

શહેરી29147
ગ્રામ્ય34379
કુલ51709

 

 • કચ્છ (SC)
 • બનાસકાંઠા
 • પાટણ
 • મહેસાણા
 • સાબરકાંઠા
 • અમદાવાદ પૂર્વ
 • અમદાવાદ પશ્ચિમ (SC)
 • ગાંધીનગર
 • રાજકોટ
 • પોરબંદર 
 • સુરેન્દ્રનગર
 • જૂનાગઢ
 • જામનગર
 • ભાવનગર
 • અમરેલી 
 • ખેડા
 • પંચમહાલ
 • આણંદ
 • દાહોદ (ST)
 • વડોદરા
 • ભરૂચ 
 • છોટા ઉદેપુર (ST)
 • બારડોલી (ST)
 • વલસાડ (ST)
 • સુરત
 • નવસારી