તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અલ્પેશ ઠાકોર સહિત કોંગ્રેસના 5 ધારાસભ્ય ભાજપનો ખેશ પહેરશેઃ સુત્રો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉપર ડાબેથી પ્રથમ અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલા, ભરતસિંહ ઠાકોર અને નીચે ડાબેથી પ્રથમ ગેનીબેન ઠાકોર અને સોમાભાઈ પટેલ - Divya Bhaskar
ઉપર ડાબેથી પ્રથમ અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલા, ભરતસિંહ ઠાકોર અને નીચે ડાબેથી પ્રથમ ગેનીબેન ઠાકોર અને સોમાભાઈ પટેલ
  • ભાજપે કોંગી ધારાસભ્યોને મંત્રી અને સંસદીય સચિવના પદ ઓફર કર્યા છેઃ સુત્રો
ગાંધીનગરઃ  ભાજપ ગુજરાત કોંગ્રેસ પર સર્જિકલ સ્ટ્રાઈક કરે તેવી શક્યતા છે. કમલમના રાજકીય સુત્રો મળતી માહિતી અનુસાર કોંગ્રેસના 5 ધારાસભ્ય ભાજપના મોવડી મંડળના સંપર્કમાં છે. કોંગ્રેસના 5 ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલા, ભરતસિંહ ઠાકોર, સોમાભાઈ પટેલ અને ગેનીબેન ઠાકોર હવે ભાજપનો ખેસ પહેરી લેશે. જોકે આ પાંચેય ધારાસભ્યો છેલ્લા ચાર મહિનાથી કોંગ્રેસથી નારાજ હતા અને તેમના મનામણા કરવા પણ ઘણા પ્રયત્નો થયા છે. જો ભાજપમાં ભળે તો મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે. 

રાજકીય સુત્રો જણાવી રહ્યા છે કે પાંચેય ધારાસભ્યો ભાજપમાં ભળે તો મંત્રીમંડળનું વિસ્તરણ થશે અને નવા સંસદીય સચિવો પણ બનશે. જેમાં અલ્પેશ ઠાકોર અને સોમાભાઈ પટેલનો મંત્રીમંડળમાં સમાવેશ કરાય અને ધવલસિંહ અને ભરતસિંહને સંસદીય સચિવ બનાવાય તેવી ચર્ચા છે. જોકે ગેનીબેને શું પદ મળશે તેવી કોઈ ચર્ચા થઈ નથી. 

આ પાંચ ધારાસભ્યોમાંથી 4 ધારાસભ્યો કોંગ્રેસ ઉપરાંત ઠાકોરસેનાના સભ્યો છે. અલ્પેશ ઠાકોર સેનાને લીડ કરી રહ્યા છે. જ્યારે ગેનીબેન, ધવલસિંહ અને ભરતસિંહ ઠાકોર સેનાની વિસ્તારની જવાબદારીમાં એક્ટિવ ભુમિકા ભજવી રહ્યા છે. ગેનીબેન અને ધવલસિંહ પહેલાં ઈશારો આપી ચૂક્યા છે કે અલ્પેશભાઈ જે રસ્તે જશે અમે ત્યાં જઈશું.

અન્ય સમાચારો પણ છે...