તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિલ્હીથી અલ્પેશ ઠાકોર સાંજે ગઈકાલે પરત ફરી નિવેદન આપ્યું હતું કે, હું આજે કોંગ્રેસમાં છું. તેમના નિવેદનથી વાત એવી આવી હતી કે, અલ્પેશ ઠાકોર કોંગ્રેસ છોડશે. ત્યારે આજે તે પોતાની રણનીતિ જાહેર કરશે અને ભાજપમાં જોડાશે કે કોંગ્રેસમાં રહેશે તે જાહેર કરશે. બંને પાર્ટીઓ સાથે વાટાઘાટો: ભાજપના નેતાઓ સાથે પણ તેમણે વાટાઘાટો ચાલુ રાખી હોવાનું જાણવા મળ્યું છે. જો કે, ભાજપના કેટલાક નેતાઓ એ‌વું માને છે કે, ઠાકોર બંને પાર્ટીમાં વાટાઘાટો ચલાવી રહ્યા છે અને બંને પાર્ટીના ટોચના નેતાઓને હજુ તેમના પર ભરોસો બેસતો નથી. આવા સંજોગોમાં અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય તેવી પુરી શક્યતા હોવાનું સૂત્રોનું કહેવું છે. ગઈકાલે અલ્પેશ ઠાકોર અને સાથી ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સવારે આઠ કલાકે દિલ્હી પહોંચી ગયા હતા. તેમણે દિલ્હીમાં જઇને ગુપ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અલ્પેશ ઠાકોર ટીમ સાથે - Divya Bhaskar
અલ્પેશ ઠાકોર ટીમ સાથે
ગાંધીનગર:  આજે તે પોતાની રણનીતિ જાહેર કરવા માટે પત્રકાર પરિષદ યોજી હતી. કોંગ્રેસ માં જ રહીશ કહીને તેણે જણાવ્યું હતું કે, છેલ્લા લાંબા સમયથી મારી નારાજગીની ચર્ચા હતી. મારે મંત્રી બનવું હોત તો છ મહિના પહેલા બની ગયો હતો. હું મંત્રી બનવા માંગતો હતો. 
સ્પષ્ટતા: અલ્પેશે ઠાકોરસેના સાથે સંકળાયેલા ધારાસભ્યો સાથે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, કેટલાક દિવસોથી મારી નારાજગીની વાતો ચાલી રહી હતી. એ વાતનો હું ક્યારેય ઈન્કાર નથી કરતો. પરંતુ છેલ્લે ધારાસભ્યોની બીજા પક્ષમાં જવાનું ચાલે છે એ વિશે પણ હું કહેવા માંગુ છું. સત્તા બધાને સારી લાગે છે. મારે પણ જોઈએ છે મારા લોકો માટે જોઈએ છે. સત્તાથી હું મારા લોકો માટે કંઈક કરી શકું એ પણ હું માનું છું. કોને મંત્રી બનવું સારું ન લાગે? બધાને સારું લાગે, અહીં બેઠેલા બધાને સારું લાગે છે. એક દિવસ મને વિચાર પણ આવ્યો. મંત્રી બનીને આ કરું પેલું કરું. હું  દિલથી સ્પષ્ટતા કરવા તમારી વચ્ચે આવ્યો છું.
સમાજના લોકો ગરીબ: મારી સાથે સંકળાયેલા લોકો ગરીબ છે. તેમની પાસે ઘર નથી, રોજગારી નથી, શિક્ષણ નથી, કેટલાક પાસે તો ખાવાના પણ ફાંફા છે. અમે સંઘર્ષ કરી રહ્યા છીએ. અમારે બહુ જ ક્ષેત્રમાં કામ કરવાનું છે. એક દિવસ એવું વિચાર્યું કે 10-20 સ્કૂલો લઈ લઈએ, 10 હોસ્ટેલ લઈ 10 કોલેજ લઈ લઈએ એટલે ઉદ્ધાર થઈ જાત? પણ બીજા દિવસે સાંભળવું પડત કે ગરીબો માટે પાકા મકાનો જોઈએ રોજગારી જોઈએ. જમીનથી ઊભા કરવાની જરૂર છે. હું એવા વર્ગમાંથી છું જ્યાં સત્તા જોઈએ સરકાર જોઈએ દરેક ક્ષેત્રમાં તેમની માટે કામ કરવું પડે. દરેક ક્ષેત્રમાં તેમના વિકાસની વાતો કરવી પડે. 2-5 સ્કૂલો, છાત્રાલયોથી આમનો વિકાસ નહીં થાય. વિકાસ માટે ઈચ્છાશક્તિવાળી પ્રબળ સરકાર જોઈએ. ચોવીસે કલાક ગરીબો માટે વિચારે અને વિકાસની વાત કરે. આઝાદીના સમયથી આ લોકો દબાયેલા છે અને પછાત છે તેમની વાત કરે.
મારે મંત્રી બનવું હતું: મંત્રી બનીને મારા ગરીબ લોકો માટે કામ કરી શકીશ. ગરીબો માટે વિકાસ કરી શકીશ. પંરતુ જ્યારે હું તેમની સમસ્યાઓ સમજવા ગયો ત્યારે તે ખૂબ જટીલ સવાલો હતો અને મનોમંથન કર્યું. બે દિવસ સુધી ખાવાનું પણ ખાદ્યુ નહીં. કાલ રાત્રે તો મને પાણી પીવાનું પણ યાદ નથી. 
સત્તા અને ટિકિટ જોઈએ છે એવી વાતો: અખબારો લખી દે છે તેને સત્તા જોઈએ છે. તેની પત્નીને ટિકિટ જોઈએ છે. હું દાવા સાથે કહું છું. મારી પત્ની ઘર સંભાળે છે. હું ઘર નથી સંભાળી શકતો. કેમ કે ગરીબોનું ઘર સંભાળવું છે. મારું ઘર, બાળકો, મા-બાપ, ભાઈ-બહેન, ભત્રીજા બધાને સંભાળવાની જવાબદારી મારી પત્ની છે. તેણે કહ્યું છે અને હું પણ કહું છું, મારી પત્ની મૃત્યુપર્યંત રાજનીતિમાં ક્યારેય નહીં આવે. મારો પરિવાર રાજનીતિમાં નહીં આવે.
સત્તાની લાલચ માટે નથી દોડી રહ્યો. સત્તા જોઈતી હોત તો છ મહિના પહેલા મંત્રી બની જાત. મારે એવી સત્તા નથી જોઈતી જ્યાં હું મારા ગરીબો માટે કામ ન કરી શકું. જેઓ આવો દાવો કરે છે તેને હું નકારું છું. 
મંત્રી બનવા વિચાર્યું: મને વિચાર આવ્યો કે સરકારમાં જોડાઈ જાવ, મંત્રી બની જાવ. ત્યારે પ્રશ્ન આવ્યો કે બે 2017માં જનાદેશ લીધો હતો. મારા લોકોએ મને કોંગ્રેસમાં જવા જનાદેશ આપ્યો હતો. ત્યારે હું બંધ ઘરમાં નિર્ણય નથી લેતો. હું પહેલા કન્ફટ્યુઝ હતો હવે નથી. કાલે રાત્રે હું અને ધવલસિંહ વિચાર્યું અને 2017નું વિચાર્યું. મારા લોકોએ કહ્યું 2017માં તારી પાસે પૈસા હતા, સત્તામાં હતો, તારી પાસે કંઈ ન હતું. છતાં તારી સાથે જોડાયા. શું તારી પાસે અમે પૈસા માંગ્યા, મકાનો માંગ્યા, અમારા વિકાસની વાતો કરી. તું જ્યારે પોતાની સરકાર લઈ આવે ત્યારે મારે માંગવાની જરૂર નહીં પડે. અમને પણ ખબર છે તું સત્તામાં નથી. તારી પાસે કંઈ નથી છતાં જ્યાં સન્માન છે. જ્યાં તુએ વાયદો કર્યો છે. જે મુદ્દાને લઈને રાજનીતિમાં જોડાયો છે તેને ગાંઠે બાંધીને રાખ અમે તારી સાથે છીએ.
મારા નિર્ણયથી યુવાઓ નારાજ થશે: સત્તા વગર રહી શકું સન્માન વગર નહીં. મારી વાતથી કેટલાક યુવાઓ નારાજ થશે. અમે સંઘર્ષનો રસ્તો પસંદ કર્યો છે. ગરીબો, ખેડૂતો એસસી એસટી ઓબીસી માટે લડીશું. કોંગ્રેસમાં રહીશું અને કોંગ્રેસનું સમર્થન કરીશું.