2014ની લોકસભા જીતેલા 26 સાંસદોએ 53.99 કરોડની ગ્રાન્ટ વાપરી જ નહીં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • MPLAD હેઠળ મળેલી ગ્રાન્ટને સાંસદો પૂરેપૂરી ન વાપરી શક્યા

ગાંધીનગર: 2014માં લોકસભા જીતીને લોકસભામાં ગયેલા ગુજરાતના 26 સાંસદોએ 53.99 કરોડની ગ્રાન્ટને વાપરી શક્યા નથી. સાંસદોને મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કિમ (MPlad) અંતર્ગત ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે. હાલ લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે રાજ્યમાંથી લોકસભા ગયેલા સાંસદો પોતાના મતવિસ્તારોમાં લાખોથી લઈને કરોડો રૂપિયાની ગ્રાન્ડનો ઉપયોગ નથી કરી શક્યા.
ADRનો રિપોર્ટ: એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના અભ્યાસ અનુસાર ગુજરાતના સાંસદોએ મળેલી ગ્રાન્ટનો મોટાભાગે ઉપયોગ રોડ અને બ્રિજ નિર્માણ, પીવાના પાણી અને વીજળીની સુવિધા પૂરી પાડવા માટે કર્યો હતો.
અમદાવાદ પૂર્વના સાંસદ પરેશ રાવલે 3.71 કરોડનો ઉપયોગ નથી કર્યો. તેમણે ઘોડિયાઘર, આંગણવાડી, સરકારી અને સરકારની સહાય ધરાવતી શૈક્ષણિક સંસ્થામાં કમ્પ્યુટર પૂરા પાડવામાં તેમજ તેની ઈમારત માટે બાઉન્ડ્રી વોલના નિર્માણ માટે કર્યો છે. ગાંધીનગરના સાંસદ લાલકૃષ્ણ અડવાણીએ હેન્ડપંપ, મધ્યાહન ભોજનમાં ડાઇનિંગ હોલ-રસોડાના નિર્માણ પાછળ મોટાભાગના ફંડનો ઉપયોગ કર્યો હતો. એડીઆરના રિપોર્ટ મુજબ દાહોદ, ખેડા, વલસાડ, સુરેન્દ્રનગર, અમરેલીને પૂરી ગ્રાન્ટ ફાળવી હતી. તો વડોદરાના સાંસદ રંજન ભટ્ટે સ્ટેશનમાં એક્સેલેટર શરૂ કરવા મોટાભાગની ગ્રાન્ટનો ખર્ચી હતી.
ક્રમાંકબેઠકસાંસદબાકી રકમ
1કચ્છવિનોદ ચાવડા5.21 કરોડ
2બનાસકાંઠાહરિ ચૌધરી4.05 કરોડ
3પાટણલીલાધર વાઘેલા40 લાખ
4મહેસાણાજયશ્રી પટેલ7 લાખ
5સાબરકાંઠાદિપસિંહ રાઠોડ3 લાખ
6ગાંધીનગરએલ કે અડવાણી2.36 કરોડ
7અમદાવાદ પૂર્વપરેશ રાવલ3.71 કરોડ
8અમદાવાદ પશ્ચિમડો. કિરીટ સોલંકી3.15 કરોડ
9સુરેન્દ્રનગરદેવજી ફતેપરા1.43 કરોડ
10રાજકોટમોહન કુંડારિયા5.21 કરોડ
11પોરબંદરવિઠ્ઠલ રાદડિયા5.09 કરોડ
12જામનગરપૂનમ માડમ2.04 કરોડ
13જૂનાગઢરાજેશ ચુડાસમા3.29 કરોડ
14અમરેલીનારણ કાછડિયા1.86 કરોડ
15ભાવનગરડો. ભારતી શિયાળ1.37 કરોડ
16આણંદદિલીપ પટેલ39 લાખ
17ખેડાદેવુસિંહ ચૌહાણ3.29 કરોડ
18પંચમહાલપ્રભાતસિંહ ચૌહાણ1.30 કરોડ
19દાહોદજશવંતસિંહ ભાભોર4.48 કરોડ
20વડોદરારંજન ભટ્ટ1.87 કરોડ
21છોટા ઉદેપુરરામસિંહ રાઠવા1.23 કરોડ
22ભરુચમનસુખ વસાવા1.72 કરોડ
23બારડોલીપ્રભુ વસાવા5 લાખ
24સુરતદર્શના જરદોશ4 લાખ
25નવસારીસી આર પાટીલ13 લાખ
26વલસાડડો. કે.સી. પટેલ3.08 કરોડ