રાજ્યકક્ષાની ઉજવણી / 73મું સ્વાતંત્રતા પર્વ છોટાઉદેપુરમાં, મુખ્યમંત્રી વિજય રૂપાણી તિરંગો ફરકાવી ધ્વજવંદન કરાવશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભૂતકાળમાં કરેલા ધ્વજવંદનની ફાઈલ તસવીર
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભૂતકાળમાં કરેલા ધ્વજવંદનની ફાઈલ તસવીર

  • 73મું સ્વાતંત્ર્ય પર્વ છોટાઉદેપુરમાં, મુખ્યમંત્રી વિજય રૂપાણી તિરંગો ફરકાવી ધ્વજવંદન કરાવશે

Divyabhaskar.com

Aug 13, 2019, 02:17 PM IST

ગાંધીનગર: 73માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી છોટાઉદેપુરમાં કરાશે. રાજ્યકક્ષાના ધ્વજવંદન સમારોહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી 15મી ઓગસ્ટે ધ્વજવંદન કરાવીને રાષ્ટ્રધ્વજને સલામી આપશે. જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જૂનાગઢના વિસાવદરમાં ધ્વજવંદન કરાવશે. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ભરૂચના ઝઘડીયામાં ધ્વજવંદન કરાવશે. આ સિવાય સ્વતંત્રતાના 73માં રાષ્ટ્રીય પર્વની ઉજવણી અંતર્ગત રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ વિવિધ જિલ્લામાં ધ્વજવંદન કરાવશે.
રૂપાણી મંત્રીમંડળના મંત્રીઓ કયા જિલ્લાઓમાં ધ્વજવંદન કરાવશે
કેબિનેટ મંત્રીઓ

આર. સી. ફળદુ તલોદ, સાબરકાંઠા
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ભાવનગર ગ્રામ્ય, ભાવનગર
કૌશિક પટેલ કલોલ, ગાંધીનગર
સૌરભ પટેલ વડીયા, અમરેલી
ગણપત વસાવા વિજાપુર, મહેસાણા
જયેશ રાદડિયા જોડીયા, જામનગર
દિલીપ ઠાકોર કુકરમુંડા, તાપી
ઇશ્વર પરમાર સાવલી, વડોદરા
કુંવરજી બાવળીયા સોજીત્રા, આણંદ
જવાહર ચાવડા ચુડા, સુરેન્દ્રનગર
રાજ્યકક્ષાના મંત્રીઓ
પ્રદિપસિંહ જાડેજા લીમખેડા, દાહોદ
બચુભાઇ ખાબડ શેહરા, પંચમહાલ
જયદ્રથસિંહજી પરમાર સરસ્વતી, પાટણ
ઇશ્વરસિંહ પટેલ ધોળકા, અમદાવાદ
વાસણ આહિર નડીયાદ, ખેડા
વિભાવરીબેન દવે દાંતા, બનાસકાંઠા
રમણલાલ પાટકર જસદણ, રાજકોટ
કિશોર કાનાણી ધરમપુર, વલસાડ
યોગેશ પટેલ માંડવી, સુરત
ધર્મેન્દ્રસિંહ જાડેજા અબડાસા, કચ્છ
રાજ્યના 10 જિલ્લાઓમાં કલેક્ટરના હસ્તે ધ્વજવંદન
નવસારીના જલાલપોરમાં, ડાંગના સુબીરમાં, મોરબીના હળવદ, નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર, મહિસાગરના બાલાસિનોર, અરવલ્લીના મોડાસા, બોટાદના ગઢડા તેમજ ગીર સોમનાથના વેરાવળ અને દેવભૂમિ દ્વારકાના દ્વારકામાં તથા પોરબંદર જિલ્લાના મુખ્યમથક પોરબંદરમાં સંબંધિત જિલ્લાના કલેક્ટર ધ્વજવંદન કરાવશે.

X
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભૂતકાળમાં કરેલા ધ્વજવંદનની ફાઈલ તસવીરમુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભૂતકાળમાં કરેલા ધ્વજવંદનની ફાઈલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી