ગુજરાત / બુલેટ ટ્રેન માટે 30 ટકા જમીન સંપાદન બાકી, પ્રોજેક્ટ ખોરંભે

બુલેટ ટ્રેનની ફાઇલ તસવીર.
બુલેટ ટ્રેનની ફાઇલ તસવીર.

  • મહેસૂલ મંત્રી અને બુલેટ ટ્રેનના અધિકારીઓની ખેડૂતો સાથે બેઠક
  • સુરત, નવસારીના ખેડૂતોએ જંત્રીમાં અસમાનતાનો વિરોધ કર્યો

Divyabhaskar.com

Jan 22, 2020, 06:43 AM IST
ગાંધીનગર: અમદાવાદથી મુંબઇ સુધીના મહાત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન સંપાદનનો મામલો ગૂંચવાયો છે. સુરત અને નવસારી જિલ્લાના 28 ગામના ખેડૂતોએ જંત્રીમાં અસમાનતાનું કારણ દર્શાવીને જમીન આપવાનો ઇન્કાર કર્યા બાદ ગુજરાત સરકારની દરમિયાનગીરી છતાં ઉકેલ નહીં આવતા પ્રોજેક્ટમાં વિલંબ થઇ રહ્યો છે. મંગળવારે આ મામલે મેરેથોન મીટીંગ યોજીને કલેક્ટરોને તાત્કાલિક જમીનની કિંમત નક્કી કરવાના આદેશ આપવામાં આવ્યા હતા.
જંત્રીમાં વિસંગતતાઓ મામલે કોર્ટમાં પણ મેટર પેન્ડીંગ
મંગળવારે મહેસૂલ મંત્રી કૌશિક પટેલ અને બૂલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ, ગુજરાત સરકારના અધિકારીઓએ આ વિસ્તારના સાંસદો-ધારાસભ્યોની હાજરીમાં ખેડૂત પ્રતિનિધિઓ સાથે ગાંધીનગરના વન ચેતના કેન્દ્ર ખાતે બેઠક યોજી હતી. જંત્રીમાં વિસંગતતાઓ મામલે કોર્ટમાં પણ મેટર પેન્ડીંગ છે ત્યારે ખેડૂતો દ્વારા વ્યાજબી વળતર નહીં મળે ત્યાં સુધી જમીન આપવા તૈયાર નહીં હોવાનું જણાવાયું હતું. બીજીતરફ કલેક્ટરોને આ જમીનની કિંમત ડિસ્ટ્રીક્ટ લેન્ડ કમિટીમાં તાત્કાલિક નક્કી કરીને સરકારમાં મોકલવા સૂચના આપવામાં આવી હતી.
X
બુલેટ ટ્રેનની ફાઇલ તસવીર.બુલેટ ટ્રેનની ફાઇલ તસવીર.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી