તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડુપ્લીકેટ કોપરેલની આશંકાને આધારે ડીસાની ફેકટરીમાં ફૂડ વિભાગની રેડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 500 ગ્રામના 4 ડબ્બા સેમ્પલ માટે કબજે લીધા

પાલનપુર: ડીસામાં કોપરેલની ફેકટરીમાં ડુપ્લીકેટ કોપરેલ ઓઇલ બનાવાઈ રહ્યાની અરજીના પગલે ડીસા જીઆઇડીસીમાં આવેલા કોકોનેટ ઓઇલના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં ગુરુવારે રેડ ફૂડ વિભાગની રેડ કરી હતી. જોકે વાંધાજનક કાંઇ જ મળ્યું ન હતું. જોકે 500 ગ્રામના 4 ડબ્બા સેમ્પલ માટે કબજે લીધા હતા. જે પરીક્ષણ અર્થે લેબમાં મોકલાશે.
ડીસામાં અહીંની જીઆઇડીસી સહિત કેટલાક સ્થાનોમાં જુદી જુદી ચીજવસ્તુઓનું ડુપ્લિકેશન થતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠતી રહે છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ કોપીરાઇટ એક્ટ હેઠળ અવારનવાર અનેક કાર્યવાહી ડીસાના વેપારી બજારમાં થતી રહે છે. તેવામાં ડીસાની જીઆઇડીસીમાં આવેલી કોકોનેટ ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝમાં પાલનપુર ફુડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે ગુરુવારે દરોડા પડ્યા હતા. જેમાં ફુડ ઇન્સપેકટર એસ.કે પ્રજાપતિ, એમ.ડી. ચૌધરી તેમજ મહિલા ફુડ સેફટી ઓફિસર એલ.એન.ફોફ જોડાયા હતા. જેમણે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની બારીકીઓ તપાસી હતી. તપાસ કામગીરી દરમિયાન શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. જોકે પ્લાન્ટમાંથી કોકોબાર બ્રાન્ડના કોકોનેટ ઓઇલના 500-500 ગ્રામના 4 ડબ્બા સેમ્પલ અર્થે કબજે લેવાયા હતા.
ફૂડ ઇન્સ્પેક્ટર એસ.કે.પ્રજાપતિએ જણાવ્યું હતું કે "ખાનગી અરજદારની અરજીના આધારે પ્લાન્ટની સ્થળ તપાસ કરી હતી અને સ્થળ પરથી સેમ્પલ લીધા છે. જોકે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં ઉત્પાદન થતું કોકોનટ ઓઇલનો નોન એડિબલ ઓઇલ અને એડિબલ ઓઇલ તરીકે તેનો ઉપયોગ થાય છે. સેમ્પલ લેબોરેટરીમાં મોકલીશું જે તપાસ બાદ વધુ ખ્યાલ આવશે.'

અન્ય સમાચારો પણ છે...