તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તર ગુજરાત અને કચ્છમાં વાતાવરણમાં પલટો, કરા સાથે વરસાદ પડ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાજસ્થાનમાં સર્જાયેલા અપર એર સાઈક્લોનિક સરક્યુલેશનના કારણે
  •  ઝાપટું
  • ડીસામાં મધ્યરાત્રીએ છુટો-છવાયો વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાનું મોજુ
  • કચ્છના ગામડાઓમાં ક્યાંક કરા તો ક્યાંક ઝરમરીયો વરસાદ પડ્યો હતો
  • અમદાવાદમાં આજે 25 કિમીની ઝડપે પવન ફૂંકાશે, 3 દિવસ ઠંડી વધશે
ડીસા: રાજસ્થાનમાં સર્જાયેલા અપર એર સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાતા ઉત્તર ગુજરાતમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. ત્યારે ડીસામાં મોડીરાત્રે છુટો છવાયો વરસાદ પડ્યો હતો. બીજી તરફ કચ્છના કેટલાક ગામડાઓમાં આજે સવારે ક્યાંક કરા તો ક્યાંક ઝરમરીઓ વરસાદ પડ્યો હતો. ઠંડી બાદ ગરમી અને હવે માવઠું પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

આજે સવારથી લખપત અને નખત્રાણા તાલુકાના કેટલાક ગામડાઓમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. કેટલાક વિસ્તારોમાં કરા પડ્યા તો કેટલીક જગ્યાએ ઝરમરીઓ વરસાદ પડ્યો હતો.

બીજી તરફ વાતાવરણમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. હવામાન વિભાગ મુજબ રાજસ્થાનમાં સર્જાયેલા હવાના નીચા દબાણના કારણે મંગળવારે સામાન્ય કરતા વધારે પવન ફૂંકાશે.

ઉત્તર પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં અપરએર સાઈક્લોનિક સરક્યુલેશનની સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. જેની અસરોથી મંગળવારે રાજ્યમાં 25 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે તેમજ બુધવારથી શુક્રવાર દરમિયાન ઠંડીનો ચમકારો વધવાની શક્યતા છે. જો કે, આગામી 24 કલાક શહેરમાં ગરમીનું જોર યથાવત્ રહેવાની શક્યતા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો