તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડીસા: બે ટ્રેલરોમાં અકસ્માત બાદ આગ, એકના ડ્રાઈવર-ક્લિનર ખાખ થયા તો બીજાના બંને ઈજાગ્રસ્ત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રેલરની બ્રેક ફેલ થતાં 150 મીટર ઘસડાઈ સામે આવતાં ટ્રેલર સાથે ટકરાતા બન્ને ટ્રેલરોમાં આગ ભભૂકી

ડીસા: મહાકાળી પુલ પરથી આવતા એક ટ્રેલરની બ્રેક ફેલ થતાં તે 150 મીટર ઘસડાઈને સામે આવતાં ટ્રેલર સાથે ધડાકાભેર ટકરાતા બન્નેમાં ભીષણ આગ ભૂકી ઉઠી હતી. જેમાં એક ટ્રેલરના ડ્રાઇવર અને ક્લિનર આગમાં બળીને ખાખ થયા હતા. જ્યારે અન્ય ટ્રેલરના ચાલક તથા ક્લિનર ઘવાતા તેઓને 108 મારફતે ડીસા સિવિલમાં ખસેડ્યા હતા.
ટ્રેલરની આગ ઓલવાઈ: ડીસા ફાઈટરના સાતના સ્ટાફે 17 હજાર લીટર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. દસ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. જોકે બનાવના પગલે વહેલી સવાર સુધી ટ્રાફિક સર્જાયું હતું. જેને દૂર કરવા ટ્રાફિક પોલીસ તથા ડીસા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી ટ્રાફિક દૂર કર્યું હતું.
ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા: 108ની ટીમે અન્ય ટ્રેલરનાં ઘવાયેલા ડ્રાઈવર જગદીશચંદ્ર ગોદારામ મીણા રહે માંડલગઢ જી.ભીલવાડા રાજસ્થાન અને ક્લીનર સોજીરામ ભેરુમલ મીણા રહે ભીલવાડ તાલુકો રાજસ્થાન વાળાને સારવાર માટે ડીસા સિવિલમાં ખસેડ્યા હતા. જોકે આ બનાવમાં જગદીશચંદ્ર મીણાને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને ડીસા સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ટ્રક ચાલક અને ક્લીનર કોટાથી ટ્રકમાં ટાઈલ્સો તથા પથ્થરો ભરી મુન્દ્રા જઈ રહ્યા હતા. 
(રિપોર્ટ અને તસવીરો: અભિષેક જાની, ડીસા)
અન્ય સમાચારો પણ છે...