તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચરસના જથ્થા સાથે પકડાયેલ આરોપી 6 દિવસના રિમાન્ડ પર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • દેવામાંથી બહાર નીકળવા ચરસનો ધંધો શરૂ કર્યાની કબૂલાત

હિંમતનગરઃ એક દસકા બાદ હિંમતનગર પ્રાંતિજ રોડ પરથી મંગળવારે બપોરે 8 કી.ગ્રા. ચરસનો સૌથી વધુ જથ્થો પકડાવાના પ્રકરણમાં આરોપીએ દેવામાંથી બહાર નીકળવા ચરસનો ધંધો શરૂ કર્યાની કબૂલાત કરી હતી પોલીસે જિલ્લાજનોને ચરસના રવાડે ચડાવનાર શખ્સોની માહીતી મેળવવા 16 દિવસના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી.


સાબરકાંઠા એસ.પી. ચૈતન્ય મંડલીકે જણાવ્યુ કે વર્ષ 2011 માં 11 કી.ગ્રાનો ચરસનો જથ્થો પકડાયા બાદ તા. 17/03/20 ના રોજ બપોરે એસઓજીએ બાતમીને આધારે મૂળ હરિયાણાના અને હાલમાં સલાલમાં મકાન વેચી હિંમતનગર નજીક પીપલોદી ખાતે સેતુ બંગ્લોઝમાં રહેતા નવરંગભાઇ દૂલીચંદ મામરાજ મીસ્ત્રીને પોગલુ પાટીયેથી એક્સેસ નં.જી.જે-9-સી.કે-5500 ઉપર 8.125 કી.ગ્રા. કિં.રૂ.12,18,715ના જથ્થા સાથે ઝડપ્યો હતો. પૂછપરછમાં નેપાળના વ્યક્તિ પાસેથી જથ્થો ખરીધ્યાનું અને દેવુ થતા દેવામાંથી બહાર નીકળવા ચરસનો ધંધો શરૂ કર્યાની પ્રાથમિક કબૂલાત કરી છે. વર્ષ 2016માં રાયોટીંગના ગુનામાં પણ આરોપી હતો આ શખ્સ ચરસનો જથ્થો કોને કોને આપતો હતો અને ક્યારથી નશાનો ધંધો કરી રહ્યો છે તેની વિગતો મેળવવા કોર્ટમાં રજૂ કરી 6 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. નશાનુ આખુ રેકેટ ખૂલ્લુ કરવા પોલીસ દ્વારા તજવીજ હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...