તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાયરા દુષ્કર્મ કેસમાં ત્રણ આરોપીઓની રાત્રે ધરપકડ કરવામાં આવી, એક આરોપી ફરાર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુવતીની લટકેલી હાલતમાં લાશ મળી હતી - ફાઇલ તસવીર - Divya Bhaskar
યુવતીની લટકેલી હાલતમાં લાશ મળી હતી - ફાઇલ તસવીર
  • ધરપકડ કરાયેલા આરોપીમાં બિમલ ભરવાડ, દર્શન ભરવાડ અને જીગરનો સમાવેશ થાય છે
  • મોડાસા રૂરલ પોલીસે અપહરણમાં વપરાયેલી કારને જપ્ત કરી ફોરેન્સિક તપાસ માટે મોકલી

અમદાવાદઃ અરવલ્લી જિલ્લાના મોડાસાના સાયરા (અમરાપુર) ગામની 19 વર્ષીય યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારી દેવાના જધન્ય કૃત્યમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓની શનિવારે મોડીરાતે પોલીસે ધરપકડ કરી છે. જયારે હજુ એક આરોપીની શોધખોળ ચાલી રહી છે. અરવલ્લી જિલ્લાના મોડાસાના સાયરા( અમરાપુર) ગામની 19 વર્ષીય યુવતિનું અપહરણ, દુષ્કર્મ અને હત્યાની ઘટનામાં સંડોવાયેલા ચાર આરોપીઓ પૈકી ત્રણની અરવલ્લી જિલ્લા પોલીસે ધરપકડ કરી હોવાની માહિતી જિલ્લા પોલીસવડા એસ.એસ.ગઢવીએ આપી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓમાં બિમલ ભરવાડ, દર્શન ભરવાડ અને જીગરનો સમાવેશ થાય છે. જયારે આ કેસનો વધુ એક આરોપી હજુ વોન્ટેડ છે જેને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે. તો બીજી તરફ મોડાસા રૂરલ પોલીસે અપહરણમાં વપરાયેલી કારને જપ્ત કરી છે. હાલ પોલીસે આ કારને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપી છે.

ગુરુવારે અંતિમવિધિ કરાઈ
ગુરુવારે સવારે યુવતીની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. ‘નિર્ભયા’ની અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. અશ્રુભીની આંખે વિદાય આપી પીડિત પરિવારને પોલીસ રક્ષણ ન્યાય ન મળે ત્યાં સુધી આપવામાં આવ તેવી માંગ સાથે આક્રોશપૂર્વક દુષ્કર્મી અને તેના હત્યારાઓને ઝડપથી પકડી જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે અને કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી ગુનેગારોને ફાંસીની સજા કરવામાં આવી હોવાની માંગ કરી હતી. અજંપાભરી સ્થિતિ વચ્ચે પોલીસતંત્રએ સમગ્ર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

યુવતીની લાશ મળ્યાના ત્રીજા દિવસે ફરિયાદ નોંધાઈ
મોડાસાના સાયરા(અમરાપુર)ની 31મીએ ડિસેમ્બરથી પાંચ દિવસથી ગુમ યુવતીની લાશ ઝાડ પર લટકતી હાલતમાં રવિવારે 5 જાન્યુઆરીએ લાશ મળી આવતાં યુવતીના પરિજનો તથા અનુસૂચિત જાતિ સમાજે આરોપીઓ સામે દુષ્કર્મ અને હત્યાનો ગુનો નોંધ્યા પછી જ લાશ સ્વીકારવાની માંગ કરી હતી. પણ પોલીસે માંગણી ન સ્વીકારતાં અનુસૂચિત જાતિ સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો અને સોમવારે 6 જાન્યુઆરીએ સમાજે મોડાસામાં ચક્કાજામ અને પીએચસીની બહાર આખી રાત ધરણા કરી પોલીસ સામે આક્રોશ દર્શાવ્યો હતો. જેના પગલે મોડાસામાં તંગદિલી સર્જાતાં વાતાવરણ તંગ બન્યું હતું અને મોડાસા પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું હતું. મંગળવારે 7 જાન્યુઆરીએ પોલીસે સમાજનો આક્રોશ જોઇ ચાર વિરુદ્ધ, અપહરણ, દુષ્કર્મ, હત્યા અને એટ્રોસિટી એક્ટ મુજબ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશને ગુનો નોંધી તપાસ એસટી એસસી સેલ ના ડીવાયએસપી ગઢવીને સોંપી હતી. તેમજ યુવતીના મૃતદેહને મંગળવારે રાત્રે અમદાવાદ પીએમ માટે ખસેડાયો હતો. બુધવારે 8 જાન્યુઆરી પીએમ કરાવ્યા બાદ યુવતીના માતા-પિતાની તબિયત લથડતાં મોડી રાત્રે 2 વાગ્યે મૃતદેહ સ્વીકારીને પરિવાર વતન ગયો હતો. શુક્રવારે 9 જાન્યુઆરીએ સમાજની રીતરિવાજ મુજબ મોટી સંખ્યામાં લોકોની હાજરીમાં અંતિમવિધિ કરાઈ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો