તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાયરાની યુવતીના કેસની સત્યતા ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે: રાષ્ટ્રીય મહિલા આયોગ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મહિલા આયોગે કલેકટર, એસપી તથા તપાસ અધિકારી સાથે બેઠક યોજી સ્થળ નિરીક્ષણ કર્યું
  • સાયરાની યુવતીના મોત પ્રકરણમાં આયોગનાં સભ્ય ડો.રાજુલ દેસાઇએ પીડિતાના પરિવારની મુલાકાત લીધી

મોડાસા: મોડાસાના સાયરાની મૃતક યુવતીના પ્રકરણમાં સોમવારે કેન્દ્રીય મહિલા આયોગના સભ્ય ડો.રાજુલ  દેસાઈએ સાયરામાં પીડિત પરિવારની મુલાકાત લીધી હતી. ઉપરાંત કલેકટર અને એસ.પી સાથે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતુ. મહિલા આયોગના ડો.રાજુલ  દેસાઈએ જણાવ્યું કે પ્રોવિઝનલ રિપોર્ટમાં ગેંગરેપ કે હત્યાનો મામલો હોય તે સ્પષ્ટ થતું નથી. પરંતુ બે ત્રણ દિવસ બાદ ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે. આ મામલે રાષ્ટ્રીય મહિલા આયોગે પણ અનેક પ્રશ્ન ઉભા કર્યા છે કે સ્યુસાઇડ હેંગિંગથી ડેથ થયું છે તો આની પાછળ કયા પરિબળો હોઈ શકે છે. મહિલા આયોગના સભ્યએ મૃતકને શ્રદ્ધાંજલી અર્પી પરિવાર સાથે ચર્ચા કરી હતી.
મહિલા આયોગે કલેકટર અમૃતેશ ઔરંગાબાદકર, એસ.પી. મયુર પાટીલ તથા પરિવારના સભ્યોને સાથે રાખીને સાયરા ગામની સીમમાં જ્યાં મૃતક યુવતીનો મૃતદેહ લટકતી હાલતમાં મળ્યો હતો. તે સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડો.રાજુલ દેસાઈએ મોડાસામાં કલેકટર એસ.પી અને આ કેસના તપાસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ડો. રાજુલ દેસાઇએ જણાવ્યું કે ગેંગરેપ હત્યાનો મામલો હોવાથી બે-ત્રણ દિવસમાં ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ જાણવા મળશે.

મહિલા આયોગનો રિપોર્ટ સરકારને સોંપાશે
મહિલા આયોગે પીડિત પરિવાર સાથે મૃતક યુવતી પ્રકરણમાં વિસ્તૃત ચર્ચા કરી હતી. ડો. રાજુલબેન દેસાઈએ જણાવ્યું કે આયોગનો રિપોર્ટ રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને ગુજરાત પોલીસ ડિપાર્ટમેન્ટને સોંપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો