તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મોડાસા: મોડાસા તાલુકાના સાયરા ગામની દલિત સમાજની 19 વર્ષિય યુવતીની લાશ ઝાડ પર લટકેલી મળી આવતાં ચકચાર મચી હતી. ઘટના બાદ દલિત સમાજે ધરણાં પ્રદર્શન તેમજ સરકાર અને પોલીસ વિરુદ્ધ છાજિયા લેતાં મોડાસા શહેરમાં અફડાતફડી મચી હતી. બાદમાં પોલીસે ચાર શખ્સો વિરુદ્ધ અપહરણ અને હત્યાનો ગુનો નોંધ્યો હતો. યુવતીનું પીએમ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. જોકે ઘટનાને પગલે અરવલ્લી જિલ્લા સહિત રાજ્યભરમાં લોક જુવાળ ફાટી નીકળ્યો છે. અને મૃતક પરિવારને ન્યાય મળે તેવી માંગ કરી રહ્યા છે.
શનિવારે મોડાસા શહેરના ટાઉનહોલમાં મૃતક યુવતીને ન્યાય અપાવવા અને શ્રદ્ધાંજલી આપવા બપોરે 1 થી 3 દરમિયાન શોકસભા યોજાઈ હતી. જ્યાં સમાજના આગેવાનો શહેરીજનો અને તમામે પીડિત પરિવારને તટસ્થ તપાસ કરી તત્કાલ ન્યાય મળે તેવી માંગ કરી હતી. શોકસભામાં ભાજપના સાંસદ ડો. કિરીટ સોલંકીએ અરવલ્લી એસપીને સસ્પેન્ડ કરવા માંગ કરી હતી. શોકસભામાં ભાજપના સાંસદ કિરીટભાઈ સોલંકી તેમજ માલપુર બાયડ ધારાસભ્ય જશુભાઇ પટેલ, મોડાસા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર અને અરવલ્લી જિલ્લા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન રેવાભાઇ, કોંગ્રેસ પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવાર અને દલિત સમાજના આગેવાનો તેમજ મોડાસા મુસ્લિમ સમાજના આગેવાનો સહિત તમામ સભામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામે આ ઘટનાને દુઃખદ ગણાવી કડક શબ્દોમાં વખોડી કાઢી પીડિત પરિવારને ન્યાય મળે તે માટે માંગ કરી હતી.
અરવલ્લીના એસપીને સસ્પેન્ડ કરવામાં આવે
19 વર્ષિય સાયરાની દીકરીને શ્રદ્ધાંજલી આપી ભાજપના અમદાવાદના સાંસદ ડો.કિરીટ સોલંકીએ જણાવ્યું કે સમગ્ર પ્રકરણમાં પોલીસની ઢીલી નીતિ અને નિષ્ફળ કામગીરીને પગલે ઘટનાનું નિર્માણ થયું છે. જિલ્લાના એસપીને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરી હતી. યુવતીનું અપહરણ અને દુષ્કર્મ આચરી તેની હત્યા કરવામાં આવી હોવાની સાથે હત્યાને આત્મહત્યામાં ખપાવવાના નાટક કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. આરોપીઓને કડકમાં કડક સજા થાય ત્યારે જ સાચી શ્રદ્ધાંજલી આપી હોવાનું ગણાશે તેમ ભારપૂર્વક જણાવ્યુ હતું. - ડો.કિરીટ સોલંકી , , ભાજપ, સાંસદ
મોડાસા શહેર કોંગ્રેસ સમિતિએ શ્રદ્ધાંજલિ આપી
મોડાસા ટાઉન હોલમાં શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઇકબાલભાઈ ઈપ્રોલિયા નગરપાલિકાના વિરોધપક્ષના નેતા હુસેનભાઈ ખાલક, કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો કોર્પોરેટર સહિત મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલી અર્પી હતી.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.