તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બાયડઃ બાયડ તાલુકાના તેનપુર ગામના ખેડૂત પ્રવિણભાઈ પટેલ અને પ્રવિણભાઈના પત્ની વીણાબેન પટેલ અને શશીકાંતભાઈ પટેલ કોઈપણ જાતના રાસાયણિક ખાતરોના ઉપયોગ વગર ખેતી કરે છે અને આ ખેતી થકી બટાકાનું મબલખ ઉત્પાદન મેળવ્યું છે. તેઓ બંસી ગીર ગૌશાળાની ગાયો થકી નિઃશુલ્ક બેક્ટેરિયા મેળવી સફળ ખેતી કરે છે.
ગીર-ગો-કૃપા અમૃતમની બોટલ ખેડૂતોને નિઃશુલ્ક આપવામાં આવે છે
બંસી ગીર ગૌશાળાના ગોપાલભાઈ સુતરીયાના ગીર-ગો-કૃપા-અમૃતમ કલ્ચર અને બેક્ટેરિયાથી ખેતી કરી ખેડૂતો સારો અને મબલખ પાક મેળવી રહ્યા છે. ગીર-ગો-કૃપા અમૃતમની બોટલ ખેડૂતોને નિઃશુલ્ક આપવામાં આવે છે.
ગૌ કૃપા અમૃતમ બેક્ટેરિયા ખાતર તથા કીટ નિયંત્રણનું કામ કરે છે
તેનપુર ગામના પ્રવિણભાઈ પટેલ બટાકા, ઘઉં અને એરંડા અને કોબીજની ખેતી કરી છે. પ્રવિણભાઈ પટેલે ઓર્ગેનિક ખેતી કરીને એક વીઘામાં 400 મણ બટાકાનું ઉત્પાદન મેળવ્યું છે. ઓર્ગેનિક ખેતીમાં પકવેલા કેટલાક બટાકાના એક નંગનું વજન 500 થી 800 ગ્રામ પણ છે. તેઓએ આ ખેતી માટે 3 દેશી ગાયો રાખી છે. આ બેક્ટેરિયાનો વિધિસર પ્રયોગ કરવાથી ખેડૂતોને રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ખર્ચમાંથી મુક્તિ મળશે. પ્રવિણભાઈ પટેલે જણાવ્યું કે ગૌ કૃપા અમૃતમ બેક્ટેરિયા ખાતર તથા કીટ નિયંત્રણનું કામ કરે છે. ખેડૂતોને ઓછા ખર્ચે ખેતી થાય છે.
પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.