બેંકિંગ / હવે ખાતાંમાં પૈસા જમા કરાવવા બેંકમાં નહીં જવું પડે, કોઇપણ બેંકના ATMમાં પૈસા જમા કરાવી શકાશે

you can soon deposit cash at any atm soon

Divyabhaskar.com

Jan 11, 2020, 11:38 AM IST

યુટિલિટી ડેસ્કઃ લોકોને ટૂંક સમયમાં જ વિશેષ બેંકિંગ સુવિધા મળી શકે છે. આ અંતર્ગત એક બેંકના ગ્રાહકો બીજી બેંકની બ્રાંચ અથવા ATMમાં ​​કેશ જમા કરાવી શકશે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI)એ આ માટેની તૈયારી શરૂ કરી દીધી છે. આ માટે દેશની તમામ મોટી બેંકોને આ સંદર્ભે દરખાસ્તો મોકલવામાં આવી છે. NPCIનું માનવું છે કે, આ સિસ્ટમના અમલ બાદ રોકડ કામગીરીનો ખર્ચ ઘટશે, જેનો લાભ બેન્કિંગ સિસ્ટમને મળશે.

નેશનલ ફાઇનાન્શિયલ સ્વિચ સિસ્ટમ પર કામ કરશે
NPCનું કહેવું છે કે, તેની નેશનલ ફાઇનાન્શિલ સ્વિચ દ્વારા આવું થઈ શકે છે. યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI)ને પણ આ જ રીતે અમલમાં મૂકવામાં આવ્યું હતું. આ નવી ટેક્નિકને ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઇન બેંકિંગ ટેક્નોલોજી(IDBRT) દ્વારા તૈયાર કરવામાં આવી છે.

બેંક અને ગ્રાહક બંનેને ફાયદો થશે
ATMમાં કેશ ડિપોઝિટ કરાવવાથી બેંક તેમજ ગ્રાહકોને ફાયદો થશે કારણ કે, જે પૈસા ગ્રાહક ATM મશીનમાં જમા કરશે તેનો ઉપયોગ ઉપાડ માટે પણ કરી શકાશે. એવામાં ATMમાં વારંવાર કેશ ભરવી નહીં પડે. પ્રથમ તબક્કામાં 14 મોટી બેંકોના ત્રીસ હજારથી વધુ ATM અપગ્રેડ કરવામાં આવશે. આ માટે ATMનું હાર્ડવેર પણ નહીં બદલવું પડે.

અત્યારે ઘણી બેંકોમાં આ સુવિધા મળી રહી છે
અત્યારે યુનિયન બેંક, કેનરા બેંક, આંધ્ર બેંક અને સાઉથ ઇન્ડિયન બેંકમાં આ પ્રકારની સુવિધા કાર્યરત છે. જો કે, ગ્રાહકોએ આ સુવિધાનો લાભ લેવા માટે ફી પણ ચૂકવવી પડશે. દસ હજાર રૂપિયા સુધીની ડિપોઝિટ પર 25 રૂપિયા અને દસ હજાર રૂપિયાથી વધુની ડિપોઝિટ પર 50 રૂપિયા ચૂકવવા પડશે.

X
you can soon deposit cash at any atm soon

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી