તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

UPI દ્વારા તમે રિકરિંગ પેમેન્ટ કરી શકશો, RBIએ ઈ-મેન્ડેટની મંજૂરી આપી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • તમે પહેલાથી જ બિલ માટે પેમેન્ટ શિડ્યુઅલ કરી શકો છો
 • ઈન્ટરનેટ સહિત અન્ય યુટિલિટી બિલ માટે પેમેન્ટ કરી શકો છો
 • આ સુવિધા અંતર્ગત ગ્રાહકો વધુમાં વધુ બે હજાર રૂપિયા ચૂકવી શકશે

યુટિલિટી ડેસ્ક. રિઝર્વ બેંકે ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહિત કરવાના હેતુથી હવે યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) દ્વારા પણ રિકરિંગ પેમેન્ટની સુવિધા પ્રદાન કરી રહી છે. આ સુવિધા અંતર્ગત ઉપભોક્તા અને વેપારી સંસ્થાઓ વચ્ચે કરાર કરવામાં આવે છે અને મહિનાની નિશ્ચિત તારીખે નિયત બાકી ચૂકવણી તેઓ દ્વારા કરવામાં આવે છે. અત્યાર સુધી આ સુવિધા ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, પ્રીપેડ પેમેન્ટ ઈન્સ્ટ્રૂમેન્ટ અને વોલેટ દ્વારા ચુકવણી પર ઉપલબ્ધ હતી. સરળ શબ્દોમાં કહીએ તો, તમે પહેલાથી જ બિલ માટે પેમેન્ટ શિડ્યુઅલ કરી શકો છો. રિઝર્વ બેંકે શુક્રવારે જારી કરેલ એક જાહેરનામાં જણાવ્યા પ્રમાણે, હવેથી UPIદ્વારા રિકરિંગ પેમેન્ટની સુવિધા ઉપલબ્ધ થશે. રિઝર્વ બેંકના જણાવ્યા પ્રમાણે,  UPI દ્વારા રિકરિંગ પેમેન્ટને સુરક્ષિત બનાવવા માટે ઈ-મેન્ડેટની મંજૂરી આપી છે. 


ચુકવણી કરતી વખતે વેપારીની સામે ગ્રાહકોની ઉપસ્થિત વગર મેસેજ, અથવા ઈ-મેલ વગેરે માધ્યમો દ્વારા ચૂકવણીની પ્રક્રિયાને સંમતિ આપે તેને ઈ-મેન્ડેટ કહેવામાં આવે છે. 

2 હજાર રૂપિયા સુધી ચૂકવણી કરી શકો છો:
આ સુવિધા અંતર્ગત ગ્રાહકો વધુમાં વધુ બે હજાર રૂપિયા ચૂકવી શકશે. રિકરિંગ પેમેન્ટની સુવિધા માટે ગ્રાહકોએ કોઈ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં. આ અંતર્ગત, ગ્રાહકો કોઈપણ સમયે આગામી રિકરિંગ ચુકવણી અટકાવી શકે છે.

ઉલ્લેખનીય છે કે રિકરિંગ પેમેન્ટની સુવિધા સામાન્ય રીતે મોબાઈલ, ઈન્ટરનેટ સહિત અન્ય યુટિલિટી બિલ ભરવા અથવા દુકાનમાં માસિક આધાર પર સંપૂર્ણ ચૂકવણી કરવા માટે કરવામાં આવે છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો