ઓછાં જોખમ માટે SIPથી ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુટિલિટી ડેસ્કઃ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં રોકાણના એક મોટા માધ્યમ તરીકે સામે આવ્યું છે. તેનાથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણનો પ્રવાહ તો વધ્યો જ છે પણ સાથે લોકોમાં રોકાણને લઇને શિષ્ટતા પણ વધી છે. SIP દ્વારા એક મોટો ભાગ ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવામાં આવી રહ્યો છે. ઓછું જોખમ ઉઠાવવા માગતા લોકો SIPના માધ્યમથી ડેટ ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડમાં માસિક/ ત્રિમાસિક/અર્ધ-વાર્ષિકના આધારે રોકાણ કરી શકે છે.


SIPના માધ્યમથી રોકાણનો એ ફાયદો થાય છે કે અલગ-અલગ વ્યાજ દરના પરિદૃષ્યમાં બજારના ઉતાર-ચઢાવ વિશે અંદાજ લગાવવાની જરૂરિયાત નથી હોતી. ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં ઇક્વિટી ઓરિએન્ટેડ ફંડની જેમ ઉતાર-ચઢાવ નથી આવતો. ખાસ કરીને એવા સમયે જ્યારે માર્કેટ ઇન્ટરેસ્ટ રેટની મૂવમેન્ટના આધારે ચાલી રહ્યું હોય. SIPમાં માસિક/ ત્રિમાસિક/અર્ધ-વાર્ષિક આધાર પર નિયમિત રોકાણ કરવાનું હોય છે. એવામાં ક્યારે રોકાણ કરવું જોઇએ અને ક્યારે તેમાંથી બહાર નીકળવાનું છે એ વાતનું મહત્ત્વ નથી રહેતું. માર્કેટમા ઉતાર-ચઢાવની ગણતરીથી મ્યુચ્યુઅલ ફંડની નેટ એસેટ વેલ્યુ (NAV) વધતી-ઘટતી રહે છે. SIPથી રોકાણની કિંમતનું સંચાલન થાય છે. રેટિંગ એજન્સી ક્રિસિલનાં એક વિશ્લેષણ અનુસાર, 1 એપ્રિલ 2003થી 31 ઓગસ્ટ 2019 સુધી શોર્ટ, મીડિયમ અને મીડિયમથી લોન્ગ ડ્યુરરેશન ફંડનું રિટર્ન જોઇએ તો 1 વર્ષ, 3 વર્ષ અને 5 વર્ષના સમયગાળામાં સરેરાશ રિટર્ન સ્થિર રહ્યું છે.

આ દર્શાવે છે કે SIP દ્વારા રોકાણ કરવામાં આવે તો ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં સ્થિર રિટર્નની શક્યતા વધારે હોય છે. જો તમે ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં 3 વર્ષથી વધુ સમય માટે રોકાણ કરો તો આ ટેક્સ એફિશિયન્ટ હોય છે. તેની પર ઇન્ડેક્સેશનનો બેનિફિટ મળે છે. રોકાણકારોએ ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં ઓછામાં ઓછા 3 વર્ષ માટે રોકાણ કરવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...