RBI / PMC ખાતાધારકો માટે ઉપાડની મર્યાદા વધારીને 50 હજાર રૂપિયા કરવામાં આવી

Withdrawal limit for PMC account holders was increased to Rs. 50,000

  • પહેલાં આ લિમિટ 40 હજાર રૂપિયા હતી, RBIએ 20 દિવસમાં બીજીવાર વધારી
  • RBIએ કહ્યું - ગ્રાહક ATMથી પણ વિથડ્રોલ કરી શકશે, તેનાથી ઉપાડની પ્રક્રિયા સરળ રહેશે

Divyabhaskar.com

Nov 06, 2019, 01:12 PM IST

યુટિલિટી ડેસ્કઃ RBIએ મંગળવારે પંજાબ અને મહારાષ્ટ્ર સહકારી (PMC) બેંક ગ્રાહકો માટેની ઉપાડની મર્યાદા વધારીને રૂ. 50,000 કરી દીધી છે. RBIએ કહ્યું કે, PMCની લિક્વિડિટીની સ્થિતિ અને તેની ચૂકવણી કરવાની ક્ષમતાને ધ્યાનમાં રાખીને ઉપાડની મર્યાદામાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ગ્રાહકોનાં હિતોની સુરક્ષા માટે આગળ પણ પગલાં લેવાશે: RBI
RBIના જણાવ્યા અનુસાર, ગ્રાહકો ઇચ્છે તો PMCના ATMમાંથી પૈસા ઉપાડી શકે છે. આનાથી ઉપાડની પ્રક્રિયા સરળ બનવાની અપેક્ષા છે. ઉપાડની મર્યાદા 50 હજાર રૂપિયા હોવાથી 78% થાપણદારો તેમની સંપૂર્ણ રકમ પરત ખેંચી શકશે. RBIએ અગાઉ 14 ઓક્ટોબરે

25 હજાર રૂપિયાથી વધારીને 40 હજાર રૂપિયા કરી દીધી હતી. RBIનું કહેવું છે કે, PMCની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. થાપણદારોના હિતોની સુરક્ષા માટે આગળ પણ પગલાં લેવામાં આવશે.

PMC પર પ્રતિબંધ બાદ આરબીઆઈએ ચોથી વખત મર્યાદા વધારી
23 સપ્ટેમ્બરના રોજ લોન કૌભાંડને કારણે RBIએ PMC પર 6 મહિનાના પ્રતિબંધ લગાવતા ગ્રાહકો માટે 1000 ની ઉપાડની મર્યાદા નક્કી કરી હતી. તે પછી હવે ચોથી વખત મર્યાદા વધારી દેવામાં આવી છે.

X
Withdrawal limit for PMC account holders was increased to Rs. 50,000
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી