તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારની મદદથી હવે તમે દર મહિને 15 હજાર રૂપિયા કમાઈ શકશો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સરકાર સ્ટાર્ટઅપ ઈન્ડિયા મિશન પર વધારે ધ્યાન આપી રહી છે
  • 1 લાખ રૂપિયાનનું રોકાણ કરવા તૈયાર હોય તો દર મહિને 14થી 13 હજાર રૂપિયાની ઈનકમ કરી શકો છો
  • પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ તમે કોઈ પણ બેંકમાં અપ્લાઈ કરી શકો છો

યુટિલિટી ડેસ્ક. સરકાર સ્ટાર્ટઅપ ઈન્ડિયા મિશન (Start Up India Mission) પર વધારે ધ્યાન આપી રહી છે. આ મિશન હેઠળ સરકાર નવા બિઝનેસને શરૂ કરવા માટે લોન આપે છે. એવામાં તમે બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા હો તો એક ખાસ બાબત જાણવી જરૂરી છે. જેમાં ઓછા રોકાણની સાથે તમે રેગ્યુલર ઈન્કમ  કરીને જોડાઈ શકો છો. તમે માત્ર 1 લાખ રૂપિયાનું રોકાણ કરવા તૈયાર હો તો દર મહિને 14થી 13 હજાર રૂપિયાની ઈન્કમ મેળવી શકો છો. મેટલથી બનાવેલી પ્રોડક્ટને મેન્યુફેક્ચરિંગ યુનિટ હેઠળ કટલરીથી હેન્ડ ટૂલ અને એટલે સુધી કે ખેતીમાં કામ આવતાં કેટલાક ટૂલ પણ બનાવી શકાય છે. કટલરીની ડિમાન્ડ દરેક ઘરમાં હોય છે. એવામાં તમે પોતાની પ્રોડક્ટનું વધુ સારું માર્કેટિંગ કરવામાં સક્ષમ છો, તો પછી બિઝનેસને વધુ સારી રીતે વધારી શકાય છે.

સેટઅપ ખર્ચ
1.8 લાખ રૂપિયા. તેમાં મશીનરી જેવી કે, વેલ્ડિંગ સેટ, બફિંગ મોટર, ડ્રિલિંગ મશીન, બેંચ ગ્રાઇન્ડર, હેન્ડ ડ્રિલિંગ, હેન્ડ ગ્રાઇન્ડર, બેંચ, પેનલ બોર્ડ અને અન્ય ટૂલ્સ આવશે.

રો મટિરિયલ પર ખર્ચઃ 1.20 લાખ રૂપિયા (2 મહિના માટે રો મટિરિયલ) રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, આટલા રો મટિરિયલમાં દર મહિને 40 હજાર કટલરી, 20 હજાર હેન્ડ ટૂલ અને 20 હજાર એગ્રિકલ્ચર ઈમ્પ્લિમેન્ટ તૈયાર થઈ જશે.

સેલરી અને અન્ય ખર્ચઃ મહિને 30 હજાર રૂપિયા

કુલ ખર્ચ 3.3 લાખ રૂપિયા

તેમાં પોતાની પાસેથી માત્ર 1.14 લાખ રૂપિયાનો ખર્ચ બતાવવાનો રહેશે. અન્ય ખર્ચમાં સરકાર લગભગ 1.26 લાગ રૂપિયા ટર્મ લોન અને 90,000 રૂપિયાનું વર્કિંગ કેપિટલ લોન આપીને મદદ કરશે.

આ રીતે કમાણી થશે

પ્રોજેક્ટ રિપોર્ટમાં આપવામાં આવેલા એસ્ટીમેટમાં જે પ્રોડક્ટ તૈયાર થશે તેના દ્વારા 1.10 લાખ રૂપિયાના મહિનાના વેચાણનો અંદાજ છે. જ્યારે તેના પર પ્રોડક્શન કોસ્ટ 91,833 રૂપિયા આવશે. એટલે કે ગ્રોસ પ્રોફિટ લગભગ 18,167 રૂપિયા થશે. તેમાં 13 ટકા લોનના વ્યાજ દર પ્રમાણે મહિને 2,340 રૂપિયા જમા કરવાના રહેશે. જ્યારે ઈન્સેન્ટિવનો ખર્ચ 1 ટકાના હિસાબે લગભગ 1,100 રૂપિયા આવશે. એટલે કે નેટ પ્રોફિટ મહિને 14,427 રૂપિયા થશે.

આ રીતે કરી શકાશે અરજી
તેના માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ તમે કોઈ પણ બેંકમાં અપ્લાય કરી શકો છો. તેના માટે તમારે એક ફોર્મ ભરવાનું રહેશે, જેમાં નામ, એડ્રેસ, બિઝનેસ એડ્રેસ, એજ્યુકેશન, વર્તમાન આવક અને કેટલી લોન જોઈએ તેની વિગતવાર માહિતી ભરવાની રહેશે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો