યુટિલિટી ડેસ્ક. હોળી રમતી વખતે લોકો પોતાના ખિસ્સામાં રાખેલી ચલણી નોટોનું ધ્યાન નથી રાખતા, જેના કારણે નોટો પર રંગ લાગી જાય છે કે પછી ગંદી થઈ જાય છે. રંગ લાગેલી નોટોને બજારમાં ચલાવવાની મુશ્કેલી થાય છે, કારણ કે મોટાભાગના દુકાનદાર આવી નોટો લેવાની ના પાડે છે. હકીકતમાં લોકોને એવો ડર હોય છે આ નોટ ચાલશે કે નહીં. જો તમારી પાસે પણ રંગ લાગેલી નોટો છે અથવા નોટ ફાટી ગઈ છે, તો તમે આ નોટોને સરળતાથી બેંકમાં જમા કરાવીને બદલી શકો છો. કોઈ પણ બેંક આ નોટોને બદલવાની ના નહીં પાડી શકે. જોકે, જો તમે અમુક બાબતોનું ધ્યાન નથી રાખતા તો તમારી 500 અને 2000 રૂપિયાની નોટ પણ રદ થઈ શકે છે.
તમારી પાસે રહેલી નોટ એકદમ નવી અને અસલી હશે. તેને ભારતીય રિઝર્વ બેંક (RBI)દ્વારા જારી કરવામાં આવી હશે, પરંતુ એક ભૂલ તેને રદ કરાવી શકે છે. RBIએ વર્ષ 2017માં એક સકર્યુલર બહાર પાડ્યું હતુ. આ સકર્યુલરમાં જણાવ્યા પ્રમાણે, બેંક કઈ નોટોનો સ્વીકાર કરી શકે છે અને કઈ નહીં. સકર્યુલર મુજબ, જો કોઈ પણ નોટ પર કોઈ રાજકીય સ્લોગન લખેલું હોય, તો આ નોટ પ્રકારની નોટનો બેંક સ્વિકાર કરશે નહીં. તેને કોઈ પણ બેંક માન્ય નહીં કરે. RBIએ પોતાના સકર્યુલરમાં સ્પષ્ટ કર્યું છે કે આવી નોટ ટેન્ડર નહીં રહે. એનો મતલબ એ છે કે આવી નોટ દેશની કોઈ પણ બેંક માન્ય નહીં કરે. તે પૂરી રીતે રદ થઈ જશે. પછી ભલે તેની વેલ્યૂ ગમે તે હોયે.
રંગાવાળી નોટો
RBIના જણાવ્યા મુજબ, કોઈ પણ બેંક રંગાવાળી નોટોને લેવાથી ના નહીં પાડી શકે. જોકે તેની સાથે જ RBIએ લોકોને સૂચન કર્યું છે કે આ નોટોને ગંદી ન કરવી.
જાણી જોઈને ફાડવામાં આવેલી નોટ
સકર્યુલરમાં જણાવ્યા પ્રમાણે, બેંક એવી કોઈ પણ નોટનો સ્વીકાર નહીં કરે, જે જાણી જોઈને ફાડવમાં આવી હોય. RBIના જણાવ્યા મુજબ, જાણી જોઈને ફાડવામાં આવેલી નોટોની ઓળખ કરવી મુશ્કેલ છે, પરંતુ જો ફાટેલા નોટોને ધ્યાનથી જોવામાં આવે તો ખબર પડી શકે છે કે તેને જાણીને ફાડવામાં આવી છે.
આ રીતે બદલાઈ શકાશે નોટ
જો તમારી પાસેની નોટ ખરાબ થઈ ગઈ છે કે પછી ફાટી ગઈ છે, પરંતુ તેની પર તમામ જરૂરી જાણકારી વાંચી શકાય છે તો બેંક આવી નોટને બદલવાની ના નહીં પાડી શકે. સકર્યુલરમાં જણાવ્યા મુજબ બેંકોને એવી પણ નોટ બદલવી પડશે જે બે ટુકડામાં ફાટેલી હશે. પરંતુ નોટો પર જરૂરી જાણકારી હોવી જોઈએ. બેંકોને તે નોટોનો પણ સ્વીકાર કરવો પડશે જે ચોંટાડેલી હોશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.