તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Verification Of Mobile Number And E mail In Aadhaar Made Easy, Can Be Verified With M aadhaar App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આધારમાં મોબાઈલ નંબર અને ઈ-મેલનું વેરિફિકેશન કરવાનું સરળ બન્યું, m-aadhaar એપથી કરી શકાશે વેરિફાઈ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • UIDAIએ 'Ask Aadhaar Chatbot'લોન્ચ કર્યું છે
 • યુઝર્સ આધાર સાથે સંકળાયેલી તેમની ફરિયાદો અને સવાલના જવાબ મેળવી શકે છે
 • વેરિફિકેશન માટે m-aadhaar એપ ડાઉનલોડ કરવાની રહેશે

યુટિલિટી ડેસ્ક. આધારની સાથે તમારો મોબાઈલ નંબર અને ઈ-મેલ વેરિફિકેશન કરાવવું જરૂરી છે. જો તમે હજી સુધી તે કર્યું નથી તો જલ્દી કરી લો. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા આધારમાં મોબાઈલ નંબર અને ઈ-મેલ વેરિફિકેશનની પ્રોસેસને સરળ થઈ ગઈ છે. તેના માટે તમારે આધારની એપ  m-aadhaar એપ ડાઉનલોડ કરવાની રહેશે. આ એપમાં તમે વેરિફાઈ ઈ-મેલ અને મોબાઈલનો ઓપ્શન દેખાશે, જેના પર ક્લિક કરીને મોબાઈલ અને ઈ-મેલ વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો.  

ઈ-મેલ/મોબાઈલ નંબર વેરિફિકેશન જરૂરી છે
આધાર ઓનલાઈન સેવાઓ અને આધાર સંબંધિત લાભો માટે આધારકાર્ડ ધારકને મોબાઈલ નંબર રજિસ્ટર્ડ કરાવો જરૂરી છે. તમે પહેલાથી રજિસ્ટર્ડ કરેલા તમારા મોબાઈલ નંબર અને ઈ-મેલની ચકાસણી કરી શકો છો. 

હવે આધાર સાથે જોડાયેલ સવાલના જવાબ મળશે
આધાર યુઝર્સની સમસ્યાને દૂર કરવા માટે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ 'Ask Aadhaar Chatbot'લોન્ચ કર્યું છે. તેના દ્વારા યુઝર્સ આધાર સાથે સંકળાયેલી તેમની ફરિયાદો અને સવાલના જવાબ મેળવી શકે છે. આ ચેટ ઈન્ટરફેસની જેમ કામ કરે છે. તે સવાલના જવાબ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની મદદથી આપશે. 


આ સુવિધાનો લાભ લેવા માટે તમારે સૌથી પહેલા UIDAIની ઓફિશિયલ વેબસાઈટ (https://uidai.gov.in/) પર જવુ પડશે. અહીં તમારે ‘ASK’ આધાર નામનું આઈકન દેખાશે. તેના પર ક્લિક કર્યા બાદ ઈનપુટ ફીલ્ડ ઓપન થઈ જશે, તેમાં તમે તમારા સવાલના જવાબ નાખી શકો છો. 

31 માર્ચ સુધી આધાર-પાન લિંક કરાવવું જરૂરી 
આધાર-પાનને 31 માર્ચ સુધી લિંક કરાવવું જરૂરી છે. જો લિંક કરવામાં નહીં આવે તો તમારું પાન કાર્ડ રદ્દ થઈ જશે. જો તમે અત્યાર સુધી આધાર-પાન લિંક નથી કરાવ્યું તો ફટાફટ તેને લિંક કરાવી લો. તેને લિંક કરાવવા માટે તમારે ક્યાય જવાની જરૂર નથી તમે ઓનલાઈન પણ તેને લિંક કરાવી શકો છો. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો