તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

UPSCએ કુલ 445 વેકેન્સી બહાર પાડી, ગ્રેજ્યુએટ્સ માટે EPFO ઓફિસર્સની 421 જગ્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એકાઉન્ટ ઓફિસર અને એન્ફોર્સમેન્ટ ઓફિસરની પરીક્ષા માટે અરજી કરવાની અંતિમ તારીખ 31 જાન્યુઆરી છે
  • અરજદારે ફોર્મ ભરતી વખતે રૂ. 25 ફી ચૂકવવી પડશે
  • પરીક્ષામાં ફાઇનલ મેરિટના આધારે ઇન્ટરવ્યૂ માટે શોર્ટલિસ્ટ કરાશે, લેખિત પરીક્ષા 4 ઓક્ટોબરે લેવાશે

યુટિલિટી ડેસ્ક. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ 445 એકાઉન્ટ ઓફિસર્સ સહિત અન્ય પોસ્ટ્સ પર ભરતી બહાર પાડી છે. ઉમેદવારો આ જગ્યાઓ માટે UPSCની ઓફિશિયલ વેબસાઇટ upsc.gov.in પર જઈને અરજી કરી શકે છે. તમામ 445 જગ્યાઓમાં એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)માં એકાઉન્ટ ઓફિસર, એન્ફોર્સમેન્ટ ઓફિસર અને અન્ય જગ્યાઓનો સમાવેશ થાય છે. ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. એકાઉન્ટ ઓફિસર અને એન્ફોર્સમેન્ટ ઓફિસરની પરીક્ષા માટે અરજી કરવાની  અંતિમ તારીખ 31 જાન્યુઆરી છે. 


જ્યારે અન્ય પોસ્ટ્સ માટે ઓનલાઇન અરજીની અંતિમ તારીખ 30 જાન્યુઆરી છે. આ જગ્યાઓ માટે કોઈ પણ સ્ટ્રીમમાં ગ્રેજ્યુએટ ઉમેદવાર અરજી કરી શકે છે. જ્યારે મહત્તમ વય મર્યાદા 30 વર્ષ છે. એસસી, એસટી ઉમેદવારને પાંચ વર્ષ જ્યારે ઓબીસી ઉમેદવારને ત્રણ વર્ષની છૂટ મળશે. રાજ્યમાં પરીક્ષાનું કેન્દ્ર અમદાવાદ રહેશે.

ફોર્મ ફી 25 રૂપિયા
આ રીતે ભરી શકાશે અરજદારે ફોર્મ ભરતી વખતે રૂ. 25 ફી ચૂકવવી પડશે. આ પેમેન્ટ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) કેશ કાઉન્ટર પર કરી શકાશે. આ સિવાય એટીએમ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે પછી નેટ બેંકિંગ દ્વારા ફી ભરી શકાશે.

એક્ઝામ પેટર્ન 
સૌપ્રથમ પેન પેપર બેસ્ડ લેખિત પરીક્ષા લેવાશે. પરીક્ષામાં ફાઇનલ મેરિટના આધારે ઇન્ટરવ્યૂ માટે શોર્ટલિસ્ટ કરાશે. લેખિત પરીક્ષા 4 ઓક્ટોબરે લેવાશે. લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂનો વેઇટેજ રેશિયો 75:25નો રહેશે. પસંદગી બાદ બે વર્ષ પ્રોબેશન પિરિયડ રહેશે.

આ ઉમેદવારોને પસંદગીમાં પ્રાથમિકતા
એલએલબી, કાયદામાં 5 વર્ષની ઇન્ટિગ્રેટેડ ડિગ્રી, એમબીએ, મેનેજમેન્ટમાં પીજી ડિપ્લોમા, સીએસ, સીએ, કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટ્સ ડિગ્રી ધરાવતા ઉમેદવારોને પસંદગીમાં પ્રાથમિકતા મળશે. આ સિવાય બે વર્ષનો અનુભવ હશે તો તેમને પણ પ્રેફરન્સ મળશે.

UPSCએ કુલ 445 વેકેન્સી બહાર પાડી

પોસ્ટ્સ સંખ્યા
પ્રિન્સિપલ લાઇબ્રેરી એન્ડ ઇન્ફર્મેશનઓફિસર 1
સિનિયર ડિવિઝનલ મેડિકલ ઓફિસર (એન્ડોક્રિનોલોજી) 3
સિનિયર ડિવિઝનલ મેડિકલ ઓફિસર (ગેસ્ટ્રોએન્ટરોલોજી) 5
સિનિયર ડિવિઝનલ મેડિકલ ઓફિસર (ગેસ્ટ્રો-ઇન્ટેસ્ટનલ) 1
સિનિયર ડિવિઝનલ મેડિકલ ઓફિસર (નેફ્રોલોજી) 5
સિનિયર ડિવિઝનલ મેડિકલ ઓફિસર(ન્યુરોલોજિસ્ટ) 7
લેક્ચરર/આસિસ્ટન્ટ પ્રોફેસર2
એકાઉન્ટ ઓફિસર/એન્ફોર્સમેન્ટ ઓફિસર421

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો