ભરતી / IAS અને IFSના કુલ 886 પદો માટે UPSC દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું, 3 માર્ચ સુધી અરજી કરી શકાશે

UPSC declares notification for a total of 886 posts of IAS and IFS, can be applied till March 3

Divyabhaskar.com

Feb 13, 2020, 03:55 PM IST

યુટિલિટી ડેસ્કઃ UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન)એ IAS (ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) અને IFS (ઇન્ડિયન ફોરેન સર્વિસ)ના કુલ 886 પદો માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. UPSC ની ઓફિશિયલ વેબસાઈટ upsc.gov.in પર આ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય UPSCએ પરીક્ષાઓનું કેલેન્ડર પણ જાહેર કર્યું છે.

આ નોટિફિકેશન અનુસાર IASના 796 અને IFS ના 90 પદો પર ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે ઇચ્છુક ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે.મુ્ખ્ય પરીક્ષાનું આયોજન 31 મે 2020ના રોજ કરવામાં આવશે. કુલ 3 ચરણમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.આ પરીક્ષા માટે ઓનલાઇન અરજી કરવા માટે અહીં ક્લિક કરો.

આ પરીક્ષા માટે 100 રૂપિયાની ફી આપવાની રહેશે.ઇચ્છુક ઉમેદવારે સ્નાતકની ડિગ્રી હાંસલ કરેલી હોવી જરૂરી છે. પરીક્ષા માટે વય મર્યાદા 21થી 31 વર્ષ સુધી રાખવામાં આવી છે.


IFS પદનું નોટિફિકેશન જોવા માટે અહીં ક્લિક કરો.
IAS પદનું નોટિફિકેશન જોવા માટે અહીં ક્લિક કરો.

X
UPSC declares notification for a total of 886 posts of IAS and IFS, can be applied till March 3

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી