તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Update Mobile Number And E mail Id In SBI Bank, Otherwise It Will Be Difficult To Withdraw Cash

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

SBI બેંકમાં મોબાઈલ નંબર અને ઈ-મેલ આઈડી અપડેટ કરાવી લો, નહીં તો રોકડ ઉપાડવામાં મુશ્કેલી થશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • બેંક રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈ-મેલ આઈડી પર OTP જેવી મહત્વપૂર્ણ માહિતી શેર કરશે
 • ઈ-મેલ આઈડી અપડેટ કરવા માટે તમે તમારી નજીકની SBI બ્રાંચમાં પણ જઈ શકો છો
 • SBIએ ગ્રાહકોને મોબાઇલ નંબર અથવા ઇમેઇલ આઈડી બદલવાની સ્થિતિમાં તેને બેંકમાં અપડેટ કરવા જણાવ્યું

યુટિલિટી ડેસ્ક. જો તમે પણ તમારો મોબાઈલ નંબર અથવા ઈ-મેલ આઈડી બદલ્યું છે તો તમારે આ બંનેની જાણકારી બેંક અકાઉન્ટમાં અપડેટ કરાવવી જરૂરી છે. દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ ગ્રાહકોને મોબાઇલ નંબર અથવા ઇમેઇલ આઈડી બદલવાની સ્થિતિમાં તેને બેંકમાં અપડેટ કરવા જણાવ્યું હતું. તેનાથી ન માત્ર બેંક અકાઉન્ટ સંબંધિત તમામ ટ્રાન્ઝેક્શન વિશે સરળતાથી જાણકારી મેળવી શકાશે, પરંતુ કોઈપણ પ્રકારની છેતરપિંડીથી બચી શકાશે. બેંક રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈ-મેલ આઈડી પર વન ટાઈમ પાસવર્ડ (OTP),પિન એક્ટીવેશન મેસેજ જેવી ઘણી મહત્વપૂર્ણ માહિતી શેર કરે છે.


જો તમે તમારા બેંક અકાઉન્ટમાં તમારો મોબાઈલ નંબર અપડેટ નથી કરાવ્યો તો તમે રાતના 8થી સવારના 8 કલાકની વચ્ચે 10 હજાર રૂપિયા કરતા વધારે પૈસા નહીં ઉપાડી શકો. તાજેતરમાં SBI રાતના 8થી સવારના 8 કલાક માટે 10 હજાર રૂપિયા કરતા વધારે રકમ ઉપાડવા માટે OTP આધારિત કેશ ઉપાડની સુવિધા શરુ કરી છે. SBIએ ગત સપ્તાહમાં એક ટ્વીટ કરીને ગ્રાહકોને જાણકારી આપતા જણાવ્યું હતું, કે તેઓ બેંક રેકોર્ડમાં પોતાનો મોબાઈલ નંબર અથવા ઈ-મેલ આઈડી અપડેટ કરાવી લે. 

કેવી રીતે મોબાઈલ નંબર અને ઈ-મેલ આઈડી અપડેટ કરાવવું

 • તેના માટે સૌથી પહેલા તમારે SBI ઈન્ટરનેટ બેંકિંગ અકાઉન્ટમાં લોગ-ઈન કરવાનું રહેશે.
 • લોગ-ઈન કર્યા બાદ તમારે 'My Accounts & Profile' સેક્શનમાં જવું
 • આ સેક્શનમાં જઈને તમારે 'Profile'ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે, તેમાં તમારે 'Personal Details/Mobile' ઓપ્શન પસંદ કરવાનો રહેશે.
 • અહીં તમારે ક્વિક કોન્ટેક્ટ પર ક્લિક કરો અને ત્યારબાદ એડિટ ઓપ્શન પર ક્લિક કરવું
 • અહીં તમે તમારા નવા મોબાઈલ નંબર અને ઈ-મેલ આઈડી દાખલ કરો
 • ત્યારબાદ OTP જનરેટ કર્યા બાદ, આપેલી ખાલી જગ્યામાં ભરો
 • ખાલી જગ્યામાં OTP નાખ્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરો

SBI મોબાઈલ એપ દ્વારા પણ અપડેટ કરવાનો ઓપ્શન 
તમે ઈચ્છોતો SBIની મોબાઈલ એપ દ્વારા પણ તમારા મોબાઈલ નંબર અને ઈ-મેલ આઈડી અપડેટ કરાવી શકો છો. તેના માટે તમારે મોબાઈલ એપમાં લોગ-ઈન કર્યા બાદ મેન્યુ ટેબમાં જઈને 'My Profile'ઓપ્શન પર ટચ કરવાનું રહેશે. ત્યારબાદ એડિટનો ઓપ્શન ટચ કરો. અહીં તમારે તમારા મોબાઈલ નંબર અથવા ઈ-મેલ આઈડી દાખલ કરવાનું રહેશે. ત્યારબાદ જનરેટ  OTPના ઓપ્શન દ્વારા  OTP જનરેટ કરો અને આપવામાં આવેલી ખાલી જગ્યામાં  OTP દાખલ કરો ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરો. 

બેંક બ્રાંચથી કરાવી શકો છો અપડેટ
તમે તમારા બેંક અકાઉન્ટ રેકોર્ડમાં મોબાઈલ નંબર અને ઈ-મેલ આઈડી અપડેટ કરવા માટે તમે તમારી નજીકની  SBI બ્રાંચમાં પણ જઈ શકો છો. પરંતુ તમારે તે વાતનું ધ્યાન રાખવું પડશે કે, બેંક બ્રાંચમાં જઈને મોબાઈલ નંબર અથવા ઈ-મેલ આઈડી બદલવા માટે તમારે આઈડી બતાવવું પડશે. 
 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો