નિર્ણય / રેલવે ટિકિટની ચૂકવણી UPIથી કરી તો સર્વિસ ચાર્જમાં 50% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે

Up to 50% discount on service charge if Railway ticket is paid from UPI

  • UPIથી ચુકવણી કરવા પર એસી ટિકિટ માટે 30ની જગ્યાએ 20 રૂપિયા સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે
  • સ્લીપર ટિકિટ માટે 15 રૂપિયાને બદલે 10 રૂપિયા લાગશે
  • આ મહિનાના અંત સુધીમાં મુસાફરોને આ સુવિધા મળી શકે છે

Divyabhaskar.com

Nov 05, 2019, 11:35 AM IST

યુટિલિટી ડેસ્કઃ ઓનલાઇન રેલવે ટિકિટની ચૂકવણી UPIથી કરનારા મુસાફરોને IRCTC સર્વિસ ચાર્જમાં 50% સુધીની છૂટ મળશે. UPIથી પૈસા ચૂકવનારા લોકોને એસી ટિકિટ માટે 30ની જગ્યાએ 20 રૂપિયા સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે. તેમ, સ્લીપર ટિકિટ માટે 20ની જગ્યાએ 10 રૂપિયા લાગશે.

IRCTC આ માટે વેબસાઇટ અને એપ્લિકેશનને અપડેટ કરી રહ્યું છે. મુસાફરો આ સુવિધા આ મહિનાના અંત સુધીમાં મેળવી શકે છે. વેબસાઇટ અને એપ્લિકેશન અપડેટ થાય ત્યાં સુધી IRCTC UPIથી ચૂકવણી કરનારા એક હજાર મુસાફરોને દરરોજ 500 રૂપિયાનું કેશબેક આપી રહ્યું છે. તેમની પસંદગી ડ્રો દ્વારા કરવામાં આવે છે. દરરોજ નવ લાખ રેલવે ટિકિટ ઓનલાઇન બુક કરાવાય છે. UPIથી એક લાખ લોકો ચૂકવણી કરે છે. આઇઆરસીટીસી દરેક બુકિંગ પર સર્વિસ ચાર્જ લે છે. UPI તરફથી ચુકવણીને પ્રોત્સાહન આપવા સર્વિસ ચાર્જ ઘટાડવામાં આવી રહ્યો છે.

IRCTCએ 1 સપ્ટેમ્બરથી સર્વિસ ચાર્જ લાગુ કર્યો હતો
અત્યારે IRCTC દ્વારા ટ્રેન ટિકિટ બુકિંગ પર 1 સપ્ટેમ્બરથી સર્વિસ ચાર્જ આપવાનો હોય છે. નોન એસી ટિકિટ પર 15 રૂપિયા અને એસી ક્લાસ પર 30 રૂપિયા ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. તેના પર અલગથી જીએસટી વસૂલવામાં આવે છે.

સરકારે 3 વર્ષ પહેલાં IRCTC દ્વારા ટ્રેન ટિકિટ બુકિંગ પર સર્વિસ ચાર્જ નાબૂદ કર્યા હતા. આ ડિજિટલ ચુકવણીને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવ્યું હતું. તે સમયે નોન-એસી ટિકિટ પર 20 રૂપિયા અને એસી પર 40 રૂપિયા સર્વિસ ચાર્જ લાગતો હતો.

X
Up to 50% discount on service charge if Railway ticket is paid from UPI
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી