• Home
  • Utility
  • Under this SBI scheme you can earn money by depositing gold in the bank

ગોલ્ડ ડિપોઝિટ સ્કીમ / SBIની આ સ્કીમ હેઠળ તમે બેંકમાં સોનું જમા કરાવીને પૈસા કમાઈ શકો છો

Under this SBI scheme you can earn money by depositing gold in the bank

  • આ સ્કીમમાં તમારું સોનું સેફ પણ રહે છે અને તેની પર વ્યાજ પણ મળે છે
  • જરૂર પડે તો તેની પર લોન પણ સરળતાથી મળી જાય છે

Divyabhaskar.com

Nov 25, 2019, 12:32 PM IST

યુટિલિટી ડેસ્કઃ ઘરમાં પડેલું સોનું એ ફક્ત વેસ્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ છે. ઇન્વેસ્ટમેન્ટ હંમેશાં એવું હોવું જોઇએ કે જેનાથી દર મહિને થોડી-ઘણી આવક થતી રહે. મોટાભાગે આપણે સોનું લાવીને ઘરમાં અથવા લોકરમાં મૂકી દઇએ છીએ. પણ લાખો રૂપિયા ખર્ચીને લાવેલા આ સોનામાંથી માસિક આવક ઉપજાવી શકાય છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની રિવેમ્પ્ડ ગોલ્ડ ડિપોઝિટ સ્કીમ હેઠળ તમે તમારું સોનું અથવા સોનાના દાગીનાની બેંકમાં FD કરી શકો છો. તેનાથી સોનું સલામત પણ રહે છે અને વ્યાજ પણ મળતું રહે છે. FD કરેલા સોના પર પ્રોપર્ટી ટેક્સ પણ ચૂકવવો પડતો નથી અને જો જરૂર પડે તો તેના આધારે લોન પણ સરળતાથી મળી રહે છે.

કેટલું વ્યાજ મળશે?
STBD કેટેગરી હેઠળ એક વર્ષ માટે FD કરવા પર 0.50% વ્યાજ આપવામાં આવે છે, જ્યારે કે બે વર્ષ અને ત્રણ વર્ષવાળી FD માટે અનુક્રમે 0.55% અને 0.60% વ્યાજ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, MTGD કેટેગરી હેઠળ 2.25%ના દરે વાર્ષિક વ્યાજ આપવામાં આવે છે, જ્યારે LTGD કેટેગરી હેઠળ ગોલ્ડની FD કરવા પર 2.5%ના દરે વાર્ષિક વ્યાજ આપવામાં આવશે.

કેટલું સોનું જમા કરાવી શકાય?
રિવેમ્પ્ડ ગોલ્ડ ડિપોઝિટ સ્કીમ હેઠળ ગ્રાહકે ઓછામાં ઓછું 3 ગ્રામ ગોલ્ડ જમા કરાવવાનું હોય છે. સોનું જમા કરાવવાની કોઈ મહત્તમ મર્યાદા નક્કી કરવામાં નથી આવી. તમે જેટલું ઈચ્છો એટલું સોનું જમા કરાવી શકો છો.

મેચ્યોરિટી પિરિઅડ કેટલો રહેશે?
આ સ્કીમ હેઠળ SBIએ ત્રણ પ્રકારની કેટેગરી બનાવી છે. પહેલી કેટેગરીમાં 1-3 વર્ષ માટે સોનું જમા કરવામાં આવે છે. તેને શોર્ટ ટર્મ બેંક ડિપોઝિટ (STBD) કહેવામાં આવે છે. બીજી કેટેગરીને મીડિયમ ટર્મ ગવર્મેન્ટ ડિપોઝિટ (MTGD) કહેવામાં આવે છે, જેનો મેચ્યોરિટી પિરિઅડ 5-7 છે. તેમજ, લોન્ગ ટર્મ ગવર્મેન્ટ ડિપોઝિટ (LTGD) કેટેગરી હેઠળ 12-15 વર્ષ માટે ગોલ્ડ ફિક્સ્ડ કરી શકાય છે.

વ્યાજ કેવી રીતે મળશે?
FDનો મેચ્યોરિટી પિરિઅડ પૂરો થયા પછી ગ્રાહક પાસે વ્યાજ સહિત સોનું લેવા માટેના બે વિકલ્પો મળે છે, એક વિકલ્પ જેમાં તે તેને સોનાના રૂપે પરત લઈ શકે છે અથલા સોનાના હાલના ભાવની સમાન રોકડ લઈ શકે છે. જો કે, સોનાના રૂપમાં ઉપાડ પર 0.20%ના દરે વહીવટી ચાર્જ વસૂલવામાં આવશે.

મેચ્યોરિટી પિરિઅડ પહેલાં સોનું કાઢ્યું તો શું થશે?
STBD કેટેગરી હેઠળ એક વર્ષનો લોક ઇન પિરિઅડ હોય છે. આ સમયગાળા પછી, નિર્ધારિત સમય પહેલાં પૈસા ઉપાડવા માટે વ્યાજ દર પર દંડ લાગુ કરવામાં આવશે. તેમજ, MTGD કેટેગરી હેઠળના રોકાણકારો 3 વર્ષ પછી ગમે ત્યારે સ્કીમમાંથી બહાર નીકળી શકે છે. જો કે, જો સ્કીમ મેચ્યોરિટી પિરિઅડ પહેલાં બ્રેક કરવામાં આવે તો વ્યાજ દર પર દંડ લાદવામાં આવશે. આ સિવાય LTGD કેટેગરી હેઠળ 5 વર્ષ બાદ સોનું કાઢી શકાય છે. તેમાં પણ વ્યાજ દર પર પેનલ્ટી વસૂલવામાં આવશે.

FD કોણ કરી શકે?
સેબી સાથે નોંધાયેલા ભારતીય વ્યક્તિઓ, માલિકી અને ભાગીદારી કંપનીઓ, હિન્દુ અવિભાજિત ફેમિલીઝ, મ્યુચ્યુઅલ ફંડ્સ/એક્સચેંજ ટ્રેડેડ ફંડ્સ જેવી ટ્રસ્ટ અને કંપનીઓ આ યોજના હેઠળ રોકાણ કરી શકે છે.

સોનું ક્યાં જમા કરાવી શકાય?
અત્યારે આ સ્કીમ હેઠળ સ્ટેટ બેંકની કેટલીક સિલેક્ટેડ બ્રાંચમાં સોનાની ફિક્સ્ડ ડિપોઝિટ કરી શકાય છે. આ બ્રાંચમાં પીબી બ્રાંચ નવી દિલ્હી, એસએમઇ શાખા બ્રાંચ ચાંદની ચોક દિલ્હી, કોઈમ્બતુર શાખા, હૈદરાબાદ મુખ્ય શાખા, ત્યાગરાય નગર શાખા ચેન્નાઇ, બુલિયન શાખા મુંબઇ, અમદાવાદ, ત્રિસુર મુખ્ય શાખા (કેરળ), લુધિયાણા મુખ્ય શાખા, વિશાખાપટ્ટનમ મુખ્ય શાખા અને બેંગલુરુની મુખ્ય શાખા સામેલ છે.

X
Under this SBI scheme you can earn money by depositing gold in the bank

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી