અટલ પેન્શન યોજના અંતર્ગત 60 વર્ષની ઉંમર બાદ દર મહિને 5 હજાર રૂપિયા મળશે

3 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • 60 વર્ષની ઉંમર બાદ દર મહિને 5 હજાર રૂપિયા અથવા 60 હજાર રૂપિયાનો લાભ મળશે
 • અટલ પેન્શન યોજના ઓછી આવકવાળા લોકો માટેની સરકારની પોપ્યુલર પેન્શન સ્કીમ છે
 • જો તમે 18 વર્ષની ઉંમરે ત્રિમાસિક યોજનામાં જોડાશો તો તમારું કુલ રોકાણ 1.05 લાખ રૂપિયા થશે

યુટિલિટી ડેસ્ક. જો તમારી ઉંમર 18 વર્ષ છે અને તમે હજી સુધી તમારા ભવિષ્ય માટે કોઈ યોજના બનાવી નથી, તો આ તક તમારા માટે ખાસ છે. સરકારની આ સ્કીમ અંતર્ગત તમારે સામાન્ય રોકાણ કરવું પડશે અને તમને 60 વર્ષની ઉંમર બાદ દર મહિને 5 હજાર રૂપિયા અથવા 60 હજાર રૂપિયાનો લાભ મળશે. 


અટલ પેન્શન યોજના ઓછી આવકવાળા લોકો માટેની સરકારની પોપ્યુલર પેન્શન સ્કીમ છે, જે નિશ્ચિત આવકની બાંયધરી આપે છે. આ સ્કીમ અંતર્ગત દેશનો કોઈપણ નાગરિક 18 વર્ષની વય થતા આ સ્કીમની સાથે જોડાઈ શકે છે. તેના અંતર્ગત એક અકાઉન્ટ ખોલાવવું જરૂરી છે, જેમાં માસિક, ત્રિમાસિક અથવા અર્ધવાર્ષિક રોકાણની સુવિધા છે. યોજના અંતર્ગત મહત્તમ 60 હજાર રૂપિયા અથવા દર મહિને 5 હજાર રૂપિયા પેન્શનની ખાતરી આપવામાં આવે છે.

મહિને 5 હજાર રૂપિયા કેવી રીતે મળે છે
જો તમે 18 વર્ષની ઉંમરે અટલ પેન્શન સ્કીમ સાથે જોડાઓ છો અને 5 હજાર અથવા 60 હજાર રૂપિયા વાર્ષિત પેન્શન માટે અકાઉન્ટ ખોલાવો છો, તો તમારે દર મહિને 210 રૂપિયા જમા કરાવવા પડશે. તે આખા વર્ષ માટે 2,520 રૂપિયા હશે. તમારે 60 વર્ષની વય સુધી માસિક 210 રૂપિયાનું રોકાણ કરવું પડશે. 60 વર્ષની વય પછી, દર મહિને તમારા અકાઉન્ટમાં 5 હજાર રૂપિયા આવશે, જે વાર્ષિક 60 હજાર રૂપિયા થાય છે. 

નાની ઉંમરે જોડાવાનો લાભ
જો તમે 18 વર્ષની ઉંમરે ત્રિમાસિક યોજનામાં જોડાશો તો તમારું કુલ રોકાણ 1.05 લાખ રૂપિયા થશે. તેવી જ રીતે જો 35 વર્ષની ઉંમરમાં જોડાઓ છો તો તમારે ત્રિમાસિક યોજના માટે દર ત્રણ મહિને 2,688 રૂપિયા જમા કરાવવાના રહેશે. તમારે 25 વર્ષ માટે રોકાણ કરવું પડશે, આ સ્થિતિમાં તમારું કુલ રોકાણ 2.68 લાખ રૂપિયા હશે. પેન્શન પ્લાન માટે તમારે અંદાજે 1.63 લાખ કરતા વધારે રૂપિયા જમા કરવાના રહેશે. આ યોજનાનો ફાયદો એ થશે કે તેમાં તમારું કુલ રોકાણ ફક્ત 1.05 લાખ રૂપિયા હશે, જ્યારે માસિક 5 હજાર રૂપિયા તમારા ખાતામાં જમા થતા રહેશે. 

યોજનાના અન્ય લાભ

 • આ યોજના પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા રાષ્ટ્રીય પેન્શન યોજના દ્વારા ચલાવવામાં આવી રહી છે.
 • ઈન્કમ ટેક્સની સેક્સન 80CCD હેઠળ કર મુક્તિનો પણ લાભ પણ મળશે.
 • સભ્યના નામે માત્ર 1 જ અકાઉન્ટ ઓપન થશે.
 • ઘણી બેંકોમાં અકાઉન્ટ ખોલવાની સુવિધા છે.
 • શરૂઆતનાં પાંચ વર્ષ સુધી સરકાર દ્વારા પણ રકમ આપવામાં આવશે
 • તે 1000, 2000, 3000, 4000 અથવા 5000 ના 50 ટકાથી વધુ નહીં હોય.
 • જો સભ્ય 60 વર્ષ પહેલાં અથવા તેના પછી મૃત્યુ પામે છે, તો પેન્શનની રકમ પત્નીને આપવામાં આવશે.
 • જો સભ્ય અને પત્ની બંનેનું મૃત્યુ થઈ જાય છે તો સરકાર નોમિનીને પેન્શન આપશે.

2 પ્રકારની અન્ય યોજનાઓ
ત્રિમાસિક યોજના:
તેના અંતર્ગત તમારે દર  3 મહિનામાં 626 રૂપિયાનું રોકાણ કરવું પડશે. તમારે 42 વર્ષ સુધી આ રોકાણ કરવું પડશે. આ દરમિયાન તમારું કુલ રોકાણ 1.05 લાખ રૂપિયા હશે. તેના બદલે, 60 વર્ષ પછી તમને આજીવન દર મહિને 5 હજાર રૂપિયા મળશે. 

અર્ધવાર્ષિક યોજના:
અર્ધવાર્ષિક રોકાણ હેઠળ, તમારે દર 6 મહિનામાં 1239 રૂપિયા રોકાણ કરવું પડશે.  આ રોકાણ 42 વર્ષ માટે કરવું પડશે. આ દરમિયાન તમારું કુલ રોકાણ 1.04 લાખ થશે. તેની અવેજમાં 60 વર્ષ બાદ તમને આજીવન દર મહિને 5 હજાર રૂપિયા મળશે. 

અન્ય સમાચારો પણ છે...