UIDAIએ નવી આધાર એપ ‘mAadhaar’લોન્ચ કરી દીધી, 13 ભાષાઓને સપોર્ટ કરે છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • UIDAI આધાર એપ્લિકેશનનું એક નવું વર્ઝન લોન્ચ કર્યું છે
  • ‘mAadhaar’ ને એન્ડ્રોઈડ પ્લે સ્ટોર અને ios યુઝર્સ સરળતાથી ડાઉનલોડ કરી શકે છે
  • આધાર રિપ્રિન્ટ માટે તમારે 50 રૂપિયા સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે

યુટિલિટી ડેસ્ક. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)આધાર એપ્લિકેશનનું એક નવું વર્ઝન લોન્ચ કર્યું છે. આ નવી એપનું નામ ‘mAadhaar’ છે, જેને એન્ડ્રોઈડ પ્લે સ્ટોર અને ios યુઝર્સ સરળતાથી ડાઉનલોડ કરી શકે છે. આ એપ એપલ અને એન્ડ્રોઈડ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી શકાય છે. આ એપની મદદથી તમે સરળતાથી તમે આધાર રિપ્રિન્ટ રિક્વેસ્ટ કરી શકો છો. આધાર રિપ્રિન્ટ માટે તમારે 50 રૂપિયા સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે. તમારી રિક્વેસ્ટના 15 દિવસની અંદર તેને ડિલીવર કરી દેવામાં આવશે. જો કે, આ સમય દરમિયાન તમારે ધ્યાનમાં રાખવું પડશે કે નવી પ્રિન્ટેડ આધાર ફક્ત રજિસ્ટર્ડ સરનામાં પર મોકલવામાં આવે.

નવી એપ પર મળશે આ સુવિધાઓ
નવી આધાર એપ ઉપયોગ કરવાની બાબતમાં એકદમ સરળ છે. આ નવી એપમાં ઓફલાઈઓન KYC (નૉ યોર કસ્ટમર), QR કોડ સ્કેન, રિપ્રિન્ટનો ઓર્ડર કરવો, એડ્રેસ અપડેટ કરાવવું, આધાર વેરિફાઈ કરાવવું, ઈ-મેલ વેરિફાઈ કરાવવું, UIDAI રિટ્રીવની રિક્વેસ્ટની જેમ સરળતાથી કામ કરી શકો છો. આ એપથી તમે સરળતાથી ઘણા પ્રકારની ઓનલાઈન રિક્વેસ્ટનું સ્ટેટસ ચેક કરી શકો છો.

કેવી રીતે મોબાઈલમાં mAadhaar એપ ઈન્સ્ટોલ કરવી?

  • સૌથી પહેલાં ગૂગલ અથવા એપલ પ્લે સ્ટોરમાં જાઓ
  • ઈન્સ્ટોલ બટન પર ક્લિક કરો
  • ત્યારબાદ તમારે જરૂરી રિક્વેસ્ટ કરવી પડશે
  • ત્યારબાદ તમારા ફોનમાં એપ ઈન્સ્ટોલ થઈ જશે
  • તમારે તમારી એપ્લિકેશનમાં એક નવો પાસવર્ડ સેટ કરવો પડશે
  • આ પાસવર્ડનો ઉપયોગ એપના દરેક ઉપયોગ પહેલાં કરવો પડશે
  • આ પાસવર્ડ 4 ડિઝિટનો હશે જે માત્ર આંકડામાં જ હશે

આ 13 ભાષાઓમાં નવી એપ હશે
આ નવી આધાર એપ 13 ભાષાઓને સપોર્ટ કરે છે. તેમાં અંગ્રેજી, હિન્દી, બંગાળી, ઓડિયા, ઉર્દૂ, તેલુગુ, તમિલ, મલયાલમ, કન્નડ, ગુજરાતી, પંજાબી, મરાઠી અને આસામી ભાષા સામેલ છે.


નવી mAadhaar એપમાં બે મુખ્ય સેક્શન આપવામાં આવ્યાં છે. આ બંને સેક્શનનું નામ આધાર સર્વિસિસ ડેશબોર્ડ અને mAadhaar સેક્શન છે. આધાર સર્વિસ ડેશબોર્ડ તમામ પ્રકારની આધાર ઓનલાઈન સર્વિસિસ માટે હશે. તે માત્ર આધાર હોલ્ડર માટે હશે.

My Aadhaar Section
આ એક પ્રકારની આધાર પ્રોફાઈલની પર્સનલાઈઝ્ડ સ્પેસ હશે. તેના માટે યુઝરે પોતાની આધાર પ્રોફાઈલ માટે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.