યુટિલિટી ડેસ્ક. આધારકાર્ડ બનાવતી સરકારી સંસ્થા યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ નવી સર્વિસ ‘આધાર સર્વિસિસ ઓન એસએમએસ’ શરૂ કરી છે. આ સર્વિસ તે આધાર નંબર હોલ્ડર્સ માટે શરૂ કરવામા આવી છે, જેઓ ઈન્ટરનેટ,રેસિડેન્ટ પોર્ટલ અને એમ-આધાર એક્સેસ નથી કરતા. આધાર કાર્ડ યુઝર્સ આધાર સર્વિસિસ જેમ કે, વચ્યુઅલ આઈડી જનરેશન, આધાર લોક અન-લોક, બાયોમેટ્રિક લોક-અનલોક, જેવા ફાયદા એસએમએસ દ્વારા ઉઠાવી શકે છે.
શું છે આધાર SMS સર્વિસિસ
તમે માત્ર એક SMS દ્વારા આ સર્વિસનો ઉપયોગ કરી શકો છો. તેના માટે તમારી પાસે કોઈ પણ સામાન્ય ફોન હશે તો પણ ચાલશે. જાણો કેવી રીતે આ સુવિધાનો ફાયદો ઉઠાવી શકાય છે.
SMSથી વર્ચ્યુઅલ આઈડી જનરેટ કરો
સૌથી પહેલા તમારા રજિસ્ટર્ડ નંબરથી 1947 પર SMS કરવો. તેના દ્વારા તમે વર્ચ્યુઅલ આઇડેન્ટિટી (VID)જનરેશનકરી શકો છો. SMS મોકલીને તમે તમારા આધાર નંબરને લોક અથવા અનલોક કરી શકો છો. આધાર ઓથેન્ટિકેશન અને બાયોમેટ્રિક લોક અથવા અનલોક માટે તમને OTP (વન ટાઈમ પાસવર્ડ)ની જરૂર પડશે. જો કે, VID જનરેશન અથવા રિટ્રાઈવલ માટે તેની જરૂર નહીં પડે.
કેવી રીતે આધાર નંબર લોક અથવા અનલોક કરવો
આધાર નંબર લોક કરવા માટે 1947 પર GETOTP
પર તમારે આધાર નંબરના 4 અથવા 8 અંક મોકલવાના રહેશે. ત્યારબાદ તમને 6 અંકનો OTP આવશે. ત્યારબાદ LOCKUID
બાદ તમે આધાર નંબરના 4 અથવા 8 નંબર લખીને બાદમાં સ્પેસ આપીને OTP લખીને મોકલવો. ત્યારબાદ તમારો આધાર નંબર લોક થઈ જશે. ત્યારબાદ તમને એક કન્ફર્મેશન કોલ આવશે. આધાર નંબર લોક થયા બાદ તમે બાયોમેટ્રિક અથવા OTP દ્વારા આધાર નંબરનો ઉપયોગ કરી શકશો નહીં.
જો કે, ત્યારબાદ પણ તમે ઓન્થેટિકેશન માટે VIDનો ઉપયોગ કરી શકો છો. આધાર નંબર અનલોક કરવા માટે તમારે લેટેસ્ટ VIDની જરૂરિયાત રહેશે. તેના માટે તમારે 1947 પર આ ફોર્મેન્ટમાં SMS કરવાની જરૂર રહેશે. GETOTPVIDના 6 અથવા 10 ડિજિટ 1987 પર મોકલવા.
એક વખત OTP મળ્યા બાદ તમે તમારા આધર નંબરને અનલોક કરી શકો છો. અનલોક કરવા માટે તમારે 1947 પર UNLOCKUIDVIDના 6 અથવા 8 અંક OTP મોકલવો પડશે. તેની સાથે તમારો અધાર નંબર અનલોક થઈ જશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.