યુટિલિટી ડેસ્ક. રેલવે અનેક સ્ટેશોનોના રિ-ડેવલપમેન્ટ યોજના પર કામ કરી રહી છે. આ સ્ટેશનો પર ઉપલબ્ધ સુવિધાઓ માટે, મુસાફરોએ એરપોર્ટ પર ‘યુઝર ડેવલપમેન્ટ ફી’ (UDF)ની જેમ અલગથી ચાર્જ ચૂકવવો પડશે. UDF એરપોર્ટ પર વસૂલવામાં આવે છે અને આ ચાર્જ એરપોર્ટ પર મળતી સુવિધાઓના આધાર પર નક્કી કરવામાં આવે છે. રેલવે બોર્ડના અધ્યક્ષ વી.કે યાદવના જણાવ્યા પ્રમાણે, નવા વિકસિત રેલવે સ્ટેશનો પર ચાર્જ ત્યાં આવતા મુસાફરોની સંખ્યા અને સુવિધાઓના આધાર પર અલગ અલગ હશે. મુસાફરો પાસેથી કેટલો ચાર્જ વસૂલવામાં આવશે, તે અંગે રેલવે મંત્રાલય ટૂંક સમયમાં જાહેરનામું બહાર પાડશે.
આ સ્ટેશનોનું રિ-ડેવલપમેન્ટ થશે
યાદવના જણાવ્યા પ્રમાણે, 1,296 કરોડના અંદાજિત ખર્ચે અમૃતસર, નાગપુર, ગ્લાલિયર અને સાબરમતી રેલવે સ્ટેશનોને રિ-ડેવલપમેન્ટ કરવા માટે ટેન્ડર બોલાવ્યા છે. ઈન્ડિયન રેલવે સ્ટેશન રીડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (IRSDC) દ્વારા 2020-21માં 50 સ્ટેશોનોના રિ-ડેવલપમેન્ટ માટે ટેન્ડર જારી કરવાની યોજના બનાવી છે. યાદવના જણાવ્યા પ્રમાણે, UDF પર વધારે ચાર્જ લેવામાં આવશે નહીં. તેનાથી ભાડામાં સામાન્ય વધારો થશે, પરંતુ તેનાથી મુસાફરોને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ પુરી પાડવામાં આવશે.
એરપોર્ટ પર કેટલો છે UDF
ફ્લાઈટથી મુસાફરી કરનારા યાત્રીઓની ટિકિટમાં જ યુઝર ડેવલપમેન્ટ ફી વસુલવામાં આવે છે. આ ફી એરપોર્ટ પર મળતી સુવિધાઓના આધાર પર નક્કી કરવામાં આવે છે, તેથી તે દરેક જગ્યાએ સમાન હોતી નથી. આ ફી, Wi-Fi,વેઈટિંગ રૂમ, એસ્કેલેટર જેવી સુવિધાઓને બદલે લેવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.