સુવિધા / ‘IRCTC iMudra’પેમેન્ટ વોલેટની મદદથી ઝડપથી ટ્રેનની ટિકિટ બુક કરી શકાશે

Train tickets can be booked quickly with 'IRCTC iMudra' payment wallet

  •  ‘IRCTC iMudra’ એપ પરથી સરળતાથી ટિકિટ બુક કરાવી શકો છો
  • IMudra ડિજિટલ વોલેટ વર્ચ્યુઅલ અને ફિઝિકલ કાર્ડમાં ઉપલબ્ધ છે
  • વર્ચ્યુઅલ કાર્ડ માટે 10 રૂપિયા અને ફિઝિકલ કાર્ડ માટે 200 રૂપિયા આપવાના રહેશે

Divyabhaskar.com

Nov 07, 2019, 04:32 PM IST

યુટિલિટી ડેસ્ક. ટ્રેન ટિકિટ બુકિંગ હવે સરળ થઈ ગઈ છે. ખાસ કરીને એવા સમયે જ્યારે તહેવારની સિઝન હોય અથવા તમને તત્કાલ ટિકિટ બુક કરાવી રહ્યા છો. તમે જોયું હશે કે આવી પરિસ્થિતિમાં ટિકિટ બુક કરતા કેટલો સમય લાગે છે અને ઘણી વખત પૈસા કટ થઈ ગયા બાદ પણ ટિકિટ બુક નથી થતી. જો કે, પૈસા તમારા અકાઉન્ટમાં રિફંડ કરી દેવામાં આવે છે. પરંતુ હવે તમે ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશનની ‘IRCTC iMudra’ એપ પરથી સરળતાથી ટિકિટ બુક કરાવી શકો છો.

‘IRCTC iMudra’ પેમેન્ટ વોલેટના યુઝર્સ ટ્રેનની ટિકિટ બુક કરાવવાની સાથે ઓનલાઈન ખરીદી, મિત્રો તેમજ પરિવારના સભ્યોને પૈસા પણ મોકલી શકે છે. IMudra દ્વારા તમે વન ટાઈમ પાસવર્ડ (OTP)સુવિધાની સાથે ઝડપથી ટિકિટ બુક કરાવી શકો છો. આ ફીચરની મદદથી તમે ઘેર બેઠા પણ ટિકિટ બુક કરાવી શકો છો.

  • IRCTC iMudra OTP ફીચર દ્વારા આ રીતે ટિકિટ બુક કરો
  • સૌથી પહેલાં irctc.co.in પર જવું
  • પેમેન્ટ ઓપ્શનમાં ipay ઓપ્શન પસંદ કરવો
  • IRCTC iMudra પસંદ કરો અને ફોન નંબર એન્ટર કરો
  • iMudra અને એપના માધ્યમથી OTP દાખલ કરીને બુકિંગ કન્ફર્મ કરો

IMudra ડિજિટલ વોલેટ વર્ચ્યુઅલ અને ફિઝિકલ કાર્ડમાં ઉપલબ્ધ છે. તેના દ્વારા તમે ઓનલાઈન અથવા ઓફલાઈન ખરીદી કરી શકો છો. IMudra વોલેટમાં સાઈન-અપ થવા માટે તમારે IRCTC iMudra વેબસાઈટમાં જઈને સાઈન-અપમાં ક્લિક કરવું. ત્યારબાદ તેમાં ડીટેલ ભરવી. તમારા મોબાઈલ નંબર વેરિફેકશન માટે તમને OTP આવશે.

એક વખત રજિસ્ટર્ડ થઈ ગયા પછી તમે વર્ચ્યુઅલ કાર્ડ અને ફિઝિકલ કાર્ડ મળશે. એક રજિસ્ટર્ડ યુઝર્સની પાસે એક વર્ચ્યુઅલ કાર્ડ અને એક ફિઝિકલ કાર્ડ હશે. યુઝર્સને વર્ચ્યુઅલ કાર્ડ માટે 10 રૂપિયા અને ફિઝિકલ કાર્ડ માટે 200 રૂપિયા આપવાના રહેશે. કાર્ડ એક્ટિવેશન પર કોઈ ચાર્જ નથી. ન્યૂનતમ કેવાયસી તપાસી લેવાયેલા યુઝર્સ માટે માસિક વોલેટ મર્યાદા 10,000 રૂપિયા છે. જ્યારે સંપૂર્ણ કેવાયસી ચકાસેલા યુઝર્સ માટે 1,00,000 રૂપિયાની મર્યાદા છે.

X
Train tickets can be booked quickly with 'IRCTC iMudra' payment wallet
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી