ઓફર / ડિસેમ્બર મહિનામાં FD પર આ બેંકો સૌથી વધુ વ્યાજ આપી રહી છે

These banks have been offering offers from SBI on FD in December

  •  ફિક્સડ ડિપોઝિટ કરાવવાનો પ્લાન કરી રહ્યા હોય તો આ બેંકો દ્વારા ઓફર કરવામાં આવતા વ્યાજ દરો વિશે જાણવું જરૂરી
  • SBI બેંક 46 દિવસથી 179 દિવસ માટે તે 5.50 ટકા સુધી વ્યાજ દર આપશે
  • એક્સિસ બેંક પણ 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીની એફડીનો ઓપ્શન આપે છે

Divyabhaskar.com

Dec 02, 2019, 06:41 AM IST

યુટિલિટી ડેસ્ક. ભારતીય રિઝર્વ બેંકે ઓક્ટોબર મહિનામાં વ્યાજ દરમાં ઘટાડો કર્યો હતો. આરબીઆઈ દ્વારા રેપો રેટમાં ઘટાડો કર્યા બાદ દેશની ઘણી મુખ્ય બેંકોમાં ફિક્સ્ડ ડિપોઝિટ પર મળતા વ્યાજ દરોમાં સુધારો કર્યો છે. તેમાં ભારતીય સ્ટેટ બેંક, HDFC બેંક, એક્સિસ બેંક, પંજાબ નેશનલ બેંક, યસ બેંક, કોટક મહિન્દ્રા બેંક, બેંક ઓફ બરોડા અને IDBI બેંક સામેલ છે. એવામાં જો તમે પણ આ મહિનામાં ફિક્સડ ડિપોઝિટ કરાવવાનો પ્લાન કરી રહ્યા હોય તો આ બેંકો દ્વારા ઓફર કરવામાં આવતા વ્યાજ દરો વિશે જાણવું જરૂરી છે.

SBI બેંક

દેશની સૌથી મોટી બેંક 10 નવેમ્બર બાદ 4.5 ટકાથી લઈને 6.25 ટકાના દરે વ્યાજ આપે છે. જો તમે SBIમાં 7થી લઈને 45 દિવસ સુધી માટે એફડી કરાવો છો તેના પર બેંક તમને 4.50 ટકાના દરે વ્યાજ આપશે. 46 દિવસથી 179 દિવસ માટે તે 5.50 ટકા સુધી વ્યાજ દર આપશે. જ્યારે 180 દિવસથી 210 દિવસ માટે અને 211 દિવસથી લઈને 1 વર્ષ સુધીનો વ્યાજ દર 5.80 ટકા રહેશે.


જો તમે એસબીઆઈમાં 1 વર્ષથી 10 વર્ષ સુધીની કોઈ પણ અવધિ માટે એફડી કરો છો, તો તમને 6.25 ટકાના દરે વ્યાજ મળશે. વરિષ્ઠ નાગરિકો માટે આ દર 5 ટકાથી 6.75 ટકાની વચ્ચે રહેશે. વ્યાજ દર 2 કરોડ રૂપિયાથી ઓછી રકમ માટે લાગુ થશે.


એક્સિસ બેંક

એક્સિસ બેંક પણ 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીની એફડીનો ઓપ્શન આપે છે. એક્સિસ બેંક તમને 3.5 ટકાથી લઈને 6.85 ટકા વ્યાજ આપી રહી છે. જો કે, વરિષ્ઠ નાગરિકો માટે આ વ્યાજ દર 7.30 ટકા છે. એક્સિસ બેંકમાં 7 દિવસથી 14 દિવસ માટે 3.50 ટકાના દરે વ્યાજ મળશે. 15 દિવસથી 29 દિવસ અને 29 દિવસથી 45 દિવસ માટે એફડી પર વ્યાજ ક્રમશ 4.25 ટકા અને 5 ટકા છે.

46 દિવસથી લઈને 6 મહિના માટે તે 5.65 ટકા છે. જ્યારે 6 મહિનાથી 9 મહિના સુધી તમને એફડી પર 6 ટકા વ્યાજ મળશે. 9 મહિનાથી 11 મહિના અને 25 દિવસની વચ્ચે આ વ્યાજ દર 6.25 ટકા રહેશે. 11 મહિના 26 દિવસથી લઈને 1 વર્ષ સુધી 6.55 ટકાના દરે વ્યાજ મળશે.

18 મહિનાથી લઈને 2 વર્ષ સુધીના સમયગાળા માટે આ વ્યાજ દર 6.80 ટકા રહેશે. જો તમે 2 વર્ષથી લઈને 3 વર્ષ માટે એફડી કરાવો છો તેના માટે તમને 6.85 ટકાના દરે વ્યાજ મળશે. 3 વર્ષથી લઈને 10 વર્ષ માટે આ વ્યાજ 6.75 ટકા હશે.

HDFC બેંક
HDFC બેંકમાં 2 કરોડ રૂપિયાથી ઓછી એફડી કરાવવા પર તમને 3.5 ટકાથી લઈને 7.35 ટકાના દરે વ્યાજ મળશે. HDFCમાં 7થી 14 દિવસની એફડી પર 3.50 ટકાના દરે વ્યાજ મળે છે. તો બીજી તરફ 15થી 29 દિવસ માટે તે 4 ટકાના દરે વ્યાજ આપે છે. 30થી 45 દિવસ માટે તે 4.90 ટકા અને 46 દિવસથી લઈને 6 મહિના માટે આ વ્યાજ દર 5.40 ટકા છે. 6 મહિનાથી લઈને 9 મહિના માટે HDFC બેંકમાં 5.80 ટકાના દરે વ્યાજ મળશે. એક વર્ષમાં 1 દિવસ ઘટતો હોય તો HDFC બેંકનો આ વ્યાજ દર 6.05 ટકા હશે.

HDFC બેંકમાં 1 વર્ષથી લઈને 2 વર્ષની વચ્ચે મેચ્યોર થવા પર એફડી પર 6.30 ટકાના દરે વ્યાજ મળશે. 2 વર્ષથી 3 વર્ષ પૂરા થવામાં એક દિવસ ઓછો પડતો હોય તો તે 6.40 ટકાના દરે વ્યાજ આપશે. 3 વર્ષથી લઈને 10 વર્ષમાં 1 દિવસ ઓછો હોવા પર તે 6.30 ટકા વ્યાજ આપશે. HDFC બેંકમાં પણ વરિષ્ઠ નાગરિકને 50 બેસિસ પોઇન્ટના વધુ દરે એફડી પર પણ વ્યાજ મળશે.

પંજાબ નેશનલ બેંક

પંજાબ નેશનલ બેંક પણ તેના ગ્રાહકોને 2 કરોડ રૂપિયાથી ઓછીની એફડી પર 50.50૦ ટકાથી 6..30૦ ટકા વ્યાજ આપી રહી છે. આ બેંકમાં ટૂંકા ગાળા માટે એટલે કે 7 દિવસથી 45 દિવસનો વ્યાજ દર 4.50 ટકા છે.પીએનબીમાં, તમને 46 દિવસથી 179 દિવસ સુધી માટે વ્યાજ પર 5.50 ટકાના દરે વ્યાજ મળશે. આ બેંકમાં 180 દિવસથી એક વર્ષ માટે એફડી પર 6 ટકાના દરે વ્યાજ આપવામાં આવશે.

333 દિવસના કાર્યકાળ માટે, વ્યાજ દર 6.10 ટકા છે. 555 દિવસ માટે આ વ્યાજ 6.40 ટકા રહેશે. એક વર્ષથી 2 વર્ષ માટે એફડી પરનો વ્યાજ 6.30 ટકા રહેશે. 2 વર્ષથી 5 વર્ષ સુધી, પીએનબીમાં 6.25 ટકા અને 5 વર્ષથી 10 વર્ષ સુધીનો આ વ્યાજ દર 6.30 ટકા રહેશે.

X
These banks have been offering offers from SBI on FD in December
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી