બેંકિંગ / એકથી વધારે બેંકમાં અકાઉન્ટ ન રાખવા જોઈએ, પૈસાનું નુકસાન પણ થઈ શકે છે

There should be no account in more than one bank, money loss can occur

  • બેંક અકાઉન્ટમાં રોકાણ, લોન, ટ્રેડિંગ, ક્રેડિટ કાર્ડ પેમેન્ટ અને વીમા સાથે જોડાયેલ પેમેન્ટ લિંક હોય છે
  • અકાઉન્ટ ચાલુ રાખવા માટે મિનિમમ બેલેન્સ જાળવી રાખવું પડે છે
  • સેલરી અકાઉન્ટમાં ત્રણ મહિના સુધી સેલરી ન આવવા પર તે આપમેળે સેવિંગ અકાઉન્ટમાં ફેરવાય છે

Divyabhaskar.com

Nov 07, 2019, 01:38 PM IST

યુટિલિટી ડેસ્ક. જો તમે કોઈ એવું બેંક અકાઉન્ટ ખોલાવ્યું હોય જેનો ઉપયોગ તમે ન કરતા હોય તો તે અકાઉન્ટ બંધ કરાવવું યોગ્ય છે. અકાઉન્ટ ચાલુ રાખવા માટે મિનિમમ બેલેન્સ મેન્ટેન કરવું પડે છે. આવું ન કરવા પર બેંક તમારી પાસેથી ચાર્જ લઈ શકે છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, જો તમે કોઈ પણ બેંકનું અકાઉન્ટ બંધ કરો છો તો તેની સાથે જોડાયેલ તમામ જરૂરી દસ્તાવેજોને ડી-લિંક કરવા પડશે. કેમ કે, બેંક અકાઉન્ટમાં રોકાણ, લોન, ટ્રેડિંગ, ક્રેડિટ કાર્ડ પેમેન્ટ અને વીમા સાથે જોડાયેલ પેમેન્ટ લિંક હોય છે.

વર્તમાન સમયમાં લોકો વારંવાર નોકરી બદલતા હોય છે, દરેક કંપની પોતાની રીતે સેલરી અકાઉન્ટ ઓપન કરાવતી હોય છે. તેથી અગાઉની કંપનીવાળું અકાઉન્ટ નિષ્ક્રિય થઈ જાય છે. કોઈ પણ સેલરી અકાઉન્ટમાં ત્રણ મહિના સુધી સેલરી ન આવવા પર તે આપમેળે સેવિંગ અકાઉન્ટમાં ફેરવાય છે.

સેવિંગ અકાઉન્ટમાં ફેરવાઈ જતા બેંકના નિયમ પણ બદલાય જાય છે. આ નિયમો અનુસરા, અકાઉન્ટમાં મિનિમમ રકમ રાખવાની હોય છે અને જો તમે આ રકમ ન રાખો તો બેંક તમારી પાસેથી પેનલ્ટી પણ વસૂલ કરે છે અને અકાઉન્ટમાંથી પૈસા પણ કપાઈ જાય છે.

ઘણી બેંકોમાં ખાતું હોવાને કારણે ઈન્કમ ટેક્સ ભરતી વખતે પણ ઘણી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તમારે તમારા દરેક બેંક ખાતાઓ સંબંધિત જાણકારી તેમાં આપવી પડે છે.

તે ઉપરાંત તમામ ખાતાના સ્ટેટમેન્ટ આપવાનું રહે છે. નિષ્ક્રિય ખાતાનો યોગ્ય રીતે ઉપયોગ ન કરવા પર તમને પૈસાનું નુકસાન પણ થઈ શકે છે. તમારી પાસે ચાર બેંક અકાઉન્ટ છે તો તેમાં મિનિમમ બેલેન્સ 10,000 રૂપિયા હોવું જોઈએ. તેના પર તમને 4 ટકાના દરે વાર્ષિક વ્યાજ મળે છે. તે પ્રમાણે તમને લગભગ 1,600 રૂપિયા વ્યાજ મળશે. હવે તમે બધા અકાઉન્ટને બંધ કરીને આ રકમને મ્યુચ્યુઅલ ફંડમાં રકમનું રોકાણ કરો છો તો અહીં તમને ઓછામાં ઓછું 10 ટકા રિટર્ન મળી શકે છે. અકાઉન્ટ બંધ કરતા સમયે ડી-લિંકિંગ અકાઉન્ટ ફોર્મ ભરવું પડી શકે છે.


બેંકબ્રાંચમાં અકાઉન્ટ ક્લોઝર ફોર્મ ઉપલબ્ધ હોય છે. તમારે આ ફોર્મમાં અકાઉન્ટ બંધ કરવાનું કારણ જણાવવાનું રહેશે. જો તમારું અકાઉન્ટ જોઈન્ટ અકાઉન્ટ છે તો ફોર્મ પર તમામ ખાતાધારકોના હસ્તાક્ષર જરૂરી છે. તમારે એક બીજાના ફોર્મ પણ ભરવાના રહેશે. તેમાં તમારે તે અકાઉન્ટની જાણકારી આપવાની રહેશે જેમાં તમે બંધ થનારા અકાઉન્ટમાં બચેલા પૈસા ટ્રાન્સફર કરાવવા માગો છો.

અકાઉન્ટ ઓપનના 14 દિવસની અંદક તેને બંધ કરાવવા પર બેંક કોઈ પણ પ્રકારનો ચાર્જ વસૂલ કરતી નથી. જો તમે અકાઉન્ટ ખોલવાના 14 દિવસથી લઈને એક વર્ષ પૂરું થાય તે પહેલાં તેને બંધ કરાવો છો તો તમારે અકાઉન્ટ ક્લોઝર ચાર્જ ચૂકવવો પડી શકે છે. સામાન્ય રીતે એક વર્ષથી વધારે જૂનું ખાતું હોય તો અકાઉન્ટ ક્લોઝર ચાર્જ ચૂકવવો પડતો નથી.

આ દસ્તાવેજ આપવાના રહેશે
બેંક તમને ઉપયોગ ન કરવામાં આવેલી ચેકબુક અને ડેબિટ કાર્ડ બેંક ક્લોઝર ફોર્મની સાથે જમા કરાવવા માટે કહેશે.

X
There should be no account in more than one bank, money loss can occur
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી