તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જોઈન્ટ હોમ લોન લેવાથી ઘણા ફાયદા થાય છે, તેમાં ટેક્સમાં છૂટ મળે છે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • લોન મળ્યા બાદ ઈક્વેટેડ મન્થલી ઈન્સ્ટોલમેન્ટ ( EMI)નો ભાર પણ ઓછો થઈ જાય છે
 • બેંક લોન આપતા સમયે બંને અરજદારોની આવકને ધ્યાનમાં રાખીને લોન આપે છે
 • હોમ લોનમાં ઈન્કમ ટેક્સ એક્ટની કઈ સેક્શન અંતર્ગત ટેક્સની બચત કરી શકાય છે

યુટિલિટી ડેસ્ક. ઘર ખરીદતા સમયે જોઇન્ટ હોમ લોન લેવી વધુ યોગ્ય એટલા માટે છે કેમ કે, તે લોનની રકમ વધારી દે છે, તો બીજી તરફ ટેક્સ સેવિંગમાં પણ મદદ કરે છે. ઉપરાંત લોન મળ્યા બાદ ઈક્વેટેડ મન્થલી ઈન્સ્ટોલમેન્ટ ( EMI)નો ભાર પણ ઓછો થઈ જાય છે. જાણો જોઈન્ટ હોમ લોન લેવા માટે અરજી કરતા પહેલાં શું ધ્યાનમાં રાખવું જોઈએ.

તમને વધુ હોમ લોન મળી શકે છે
હોમ લોન લેતી વખતે આ એક સારો વિકલ્પ છે, કેમ કે, તે ટેક્સમાં સારું સેવિંગ પ્રદાન કરે છે. સિંગલ હોમ લોન માત્ર હોમ લોન લેનારને જ ટેક્સ બેનિફિટ મળે છે, જ્યારે જોઈન્ટ હોમ લોનમાં લોનના બંને ભાગીદારોનો પણ ટેક્સ બચે છે.  તે ઉપરાંત તેનો મોટો ફાયદો એ છે કે, તમને લોનની રકમ પણ વધારે મળી શકે છે, કેમ કે, બેંક લોન આપતા સમયે બંને અરજદારોની આવકને ધ્યાનમાં રાખીને લોન આપે છે. સૌ પ્રથમ, એ સમજી લો કે, હોમ લોનમાં ઈન્કમ ટેક્સ એક્ટની કઈ સેક્શન અંતર્ગત ટેક્સની બચત કરી શકાય છે.

ઈન્કમ ટેક્સ એક્ટમાં હોમ લોન હેઠળ બે એક્ટ આવે છે વધુ ટેક્સ બેનિફિટ 
મોટાભાગના ઘર ખરીદનાર હોમ લોન પર ઈન્કમ ટેક્સ એક્ટની સેક્શન 80C અને 24b અંતર્ગત મળતા ટેક્સ બેનિફિટના લાભો વિશે જાણતા હોય છે. લોન લેનાર વ્યક્તિ સેક્શન  24bના અંતર્ગત દર વર્ષે 2 લાખ રૂપિયાની કપાત તરીકે વ્યાજ લઈ શકે છે, જ્યારે પ્રિન્સિપલ અમાઉન્ટ પર સેક્શન 80C અંતર્ગત એક વર્ષમાં વધારેમાં વધારે 1.5 લાખ રૂપિયા સુધીની કપાત તરીકે વ્યાજ લઈ શકે છે. 


જોઈન્ટ હોમ લોન માટે અરજી કરવાથી બંને લોન લઈ રહેલ વ્યક્તિ અલગથી ઈન્કમ ટેક્સ બેનિફિટનો ફાયદો લઈ શકે છે. જો કે, બંને અરજદારની સાથે માલિક હોય તો પણ તેઓ અલગથી ટેક્સનો ફાયદો લઈ શકે છે. 


મહિલા કો-એપ્લિકન્ટ માટે ઓછો વ્યાજ
દર
ઘણા બધા ઋણદાતા મહિલાકો-એપ્લિકન્ટ માટે હોમ લોન માટે અલગ વ્યાજ દર ચૂકવે છે. આ દર સામાન્ય રેટ કરતા લગભગ 0.05 ટકા (5 બેસિસિ પોઈન્ટ) ઓછો હોય છે. આ છૂટનો લાભ મેળવવા માટે મહિલાઓ પ્રોપર્ટીની માલિકી ધરાવે અથવા જોઈન્ટ રીતે માલિકી ધરાવતી હોવી જોઈએ. 


મોટાભાગની બેંક મહિલાઓને કો-એપ્લીકેન્ટ ત્યારે માને છે, જ્યારે તેઓ તેણી મિલકતની માલિક અથવા માલિક હોય અથવા લોનની યોગ્યતા અથવા ચૂકવણી કરવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરતી વખતે તેની આવક ધ્યાનમાં લેવામાં આવી હોય.

ભાઈ-બહેનને સાથે નથી મળતી  હોમ-લો
જો કુટુંબમાં બે લોકો કમાતા હોય અને જે સંપત્તિ તમે ખરીદેલી છે, તેમાં ભાઈ-બહેન સિવાય પરિવારના અન્ય સભ્યો જેમ કે, માતા-દિકરો, માતા-દીકરી, પિતા-દીકરો, પિતા-દીકરી અથવા પતિ-પત્નીનું નામ છે તો બેંક તમને જોઈન્ટ લોન અકાઉન્ટ ખોલવા માટે કહી શકે છે. 
 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો