• Home
  • Utility
  • Utility News
  • The videography of the testator will save many problems, the presence of both witnesses is essential when improving the will

વસિયતનામું / વસિયતની વીડિયોગ્રાફી ઘણી મુશ્કેલીઓથી બચાવશે, વસિયતમાં સુધારો કરતી વખતે બંને સાક્ષીની હાજરી જરૂરી છે

The videography of the testator will save many problems, the presence of both witnesses is essential when improving the will

  •  વિશ્વસનિય સલાહકારની મદદથી જ વસિયત તૈયાર કરાવવી જોઈએ
  • લખતા સમયે વીડિયોગ્રાફી પણ કરાવો. ત્યાર પછી કાયદાકીય રીતે વસિયતનું રજિસ્ટ્રેશન કરાવો
  •  વસિયતમાં સુધારો કરતી વખતે બંને સાક્ષીને પણ હાજર રાખવા જોઈએ

Divyabhaskar.com

Jan 14, 2020, 10:52 AM IST

યુટિલિટી ડેસ્ક. વીલ-વસિયતનામું સગીર ન હોય તેવા યા તો અઢાર વર્ષથી વધુ ઉંમરનો કોઈપણ વ્યક્તિ જે સ્થિર મગજ વાળો હોય તો તે વસિયત બનાવી શકે છે. કુંવારી કે પરણિત સ્ત્રી પણ પોતાનું વસિયતનામું બનાવી શકે છે. જો કે, જો વ્યક્તિ વસિયતમાં સુધારો કરવા માગે તો ત્યારે વસિયતમાં સુધારો કરતી વખતે બંને સાક્ષીને પણ હાજર રાખવા જોઈએ. જેથી તેમને ખબર રહે કે, વસિયતમાં શું ફેરફાર કરાયો છે. વ્યક્તિની ગેરહાજરીમાં આ સાક્ષી વસિયત કરનારી વ્યક્તિની તરફેણ કરી શકે.

વસિયતને કોઈ વ્યક્તિ દ્વારા પડકરા ફેંકવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને વસિયત કરનારી વ્યક્તિએ વધુ પડતી સાવચેતી રાખવી જોઈએ. તેને વિશ્વસનિય સલાહકારની મદદથી જ વસિયત તૈયાર કરાવવી જોઈએ. ઉચ્ચ પદ પર કામ કરતી બે વ્યક્તિને સાક્ષી તરીકે રાખવી જોઈએ. લખતા સમયે વીડિયોગ્રાફી પણ કરાવો. ત્યાર પછી કાયદાકીય રીતે વસિયતનું રજિસ્ટ્રેશન કરાવો.

તમારા બેંક ખાતા, ફિક્સ્ડ ડિપોઝિટ, શેર, ડીમેટ એકાઉન્ટ, પ્રોવિડન્ડ ફંડ, મ્યુચ્યુઅલ ફંડ, અચલ સંપત્તિ- જમીન વગેરે માટે બનાવવામાં આવનારા વારસદારને સુનિશ્ચિત કરો. સ્પષ્ટ રીતે લખો કે કોને શું આપવાનું છે. સંપત્તિ સંબંધિત અધુરી માહિતી નોંધાવાથી હંમેશાં કાયદાકીય જટીલતાઓ પેદા થતી હોય છે. તેવી સ્થિતિમાં લાભાર્થીઓએ કોર્ટમાંથી ઉત્તરાધિકારી તરીકેનું પ્રમાણપત્ર લેવા માટે મજબુર થવું પડે છે.


કોઈને તાત્કાલિક વસિયતમાંથી બહાર કરી શકાય છે?
પોતે કમાયેલી સંપત્તિમાંથી કોઈ વ્યક્તિ પરિવારના સભ્યોને બહાર કરી શકે છે. જોકે, વસિયતમાં મળેલી સંપત્તિના કિસ્સામાં કાયદાકીય રીતે વારસદાર હોવાનો ફાયદો સભ્યોને મળે છે.


રજિસ્ટર્ડ વિલને કોર્ટમાં પડકાર ફેંકી શકાય?
રજિસ્ટર્ડ વસિયત અને મૃતકની નહીં નોંધાયેલી વસિયતને પડકારી શકાય છે. તેમાં એ જણાવવું પડે કે, વસિયતકર્તાની માનસિક સ્થિતિ સારી ન હતી. વસિયતકર્તાને જબરદસ્તીથી, દબાણ બનાવીને, છેતરપીંડિ આચરીને, ભુલથી, સંબંધોની દુહાઈ આપીને કે ખોટું નિવેદન આપીને વસિયત બનાવાઈ છે. જોકે, તેના પુરાવા પણ આપવા.

આકસ્મિક લાભાર્થી કોણ હોઈ શકે છે?
કોઈ વ્યક્તિ, સંસ્થા કે સરકાર હોઈ શકે છે. જો સંપત્તિ કોઈના નામે ન કરાયેલી હોય અને વ્યક્તિનું મૃત્યુ થઈ જાય, કોઈ વારસદાર ન હોય એવી સ્થિતિમાં બધી જ સંપત્તિ સરકારને હસ્તક થાય છે.


બિન-લાભાર્થી કોણ હોઈ શકે છે?
એ લોકો, જેમને તમે વસિયતમાં ફાયદો આપવા ન માગતા હોવ. બિન-લાભાર્થી તરીકે માતા-પિતા, પતિ-પત્ની, બાળકો અને પૌત્રો, અન્ય સગા, મિત્ર, સંગઠન, ટ્રસ્ટ વગેરે પણ હોઈ શેક છે.


ટ્રસ્ટ વિલ શું છે?
કોઈ એક નામનું ટ્રસ્ટ બનાવીને સંપૂર્ણ સંપત્તિ તેના હસ્તક કરી દેવાય છે. ત્યાર પછી દર મહિને ટ્રસ્ટના માધ્યમથી નામાંકિત કરેલી વ્યક્તિને વસિયતમાં લખેલી સુચનાના આધારે રકમ ચુકવાય છે. જેને ટ્રસ્ટ વિલ કહે છે. સગીર વ્યક્તિના પુખ્ત થવા સુધી ટ્રસ્ટ સંપત્તિની સારસંભાળ રાખે છે.


વસિયતમાં પૈતૃક સંપત્તિનો ઉલ્લેખ જરૂરી છે?
વસિયતકર્તાએ કોઈ પણ પૈતૃક સંપત્તિનો ઉલ્લેખ ન કરવો જોઈએ. જ્યાં સુધી તેની પાસે આવી કોઈ સંપત્તિનો ભાગ ન હોય, જે કાયદાની નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કરતીને કાયદાકીય રીતે તેના કબજામાં આવેલી હોય.

X
The videography of the testator will save many problems, the presence of both witnesses is essential when improving the will
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી