પરિણામ / SBI એપ્રિન્ટિસ 2019ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું

The result of the SBI Apprentice 2019 exam was revealed

  • પરીક્ષામા ઉતીર્ણ  થયેલા ઉમેદવારોને આગળની પ્રોસેસ અપ્લાય કરવા માટે બેંક દ્વારા SMS મોકલવામાં આવશે
  • PDF ફાઈલમાં ઉતીર્ણ થયેલા ઉમેદવારોના રોલ નંબર આપવામાં આવ્યા છે
  • પરિણામને ઓફિશિયલ વેબસાઈટ sbi.co.in. પર જોઈ શકાય છે

Divyabhaskar.com

Nov 07, 2019, 04:23 PM IST

યુટિલિટી ડેસ્કઃ SBI (સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા)એ એપ્રિન્ટિસના પદ માટેની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. પરિણામને ઓફિશિયલ વેબસાઈટ sbi.co.in. પર જોઈ શકાય છે. આ પરીક્ષાનું આયોજન 23 ઓક્ટોબરે કરવામાં આવ્યું હતું. પરીક્ષામાં 700 પદ માટે નિમણૂક થવાની છે. આ પરીક્ષામા ઉતીર્ણ થયેલા ઉમેદવારોને આગળની પ્રોસેસ અપ્લાય કરવા માટે બેંક દ્વારા SMS મોકલવામાં આવશે.

કેવી રીતે ચેક કરશો પરિણામ?

  • સૌ પ્રથમ બેંકની ઓફિશિયલ વેબસાઈટ sbi.co.in. પર જાઓ.
  • હોમપેજમાં જમણી બાજુએ ટોપ પર આપેલા CARRERS સેક્શન પર ક્લિક કરો.
  • ત્યારબાદ ઓપન થતાં પેજમાં 'લેટેસ્ટ અનાઉસમેન્ટ ટેબ' પર ક્લિક કરો.
  • તેમાં ‘apprenticeship result’ લિંક પર ક્લિક કરવાથી PDF ફાઈલ ઓપન થશે.
  • આ PDF ફાઈલમાં ઉતીર્ણ થયેલા ઉમેદવારોના રોલ નંબર આપવામાં આવ્યા છે.
  • આ PDF ફાઈલને ડાઉનલોડ પણ કરી શકાય છે.

પરીક્ષાનું પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો: https://bank.sbi/webfiles/uploads/files/careers/06112019_Apprentice-RESULT-15%20FORMAT.pdf

X
The result of the SBI Apprentice 2019 exam was revealed
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી