• Gujarati News
  • National
  • The Recruitment Process For The Various Posts Of Constable In CISF For Matric Pass Candidates Will Be Started From September 23 2019

મેટ્રિક પાસ ઉમેદવારો માટે CISF માં કોન્સ્ટેબલના વિવિધ પદો માટેની ભરતીની પ્રક્રિયા 23 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા, ડોકયૂમેન્ટેશન અને ટ્રેડ ટેસ્ટ પર કરવામાં આવશે
  • આ પદો માટે 18થી 23વર્ષ સુધીના ઉમેદવારો જ અપ્લાય કરી શકશે

યુટિલિટી ડેસ્કઃ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CISF)એ કોન્સ્ટેબલ/ટ્રેડમેનના વિવિધ પદો માટે ભરતીની જાહેરાત કરી છે. આ ભરતીની ઓફલાઈન પ્રક્રિયા 23 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે. ઉમેદવારોની પસંદગી વર્ગ-3 કેટેગરીમાં કરવામાં આવશે.
આ ભરતીની પ્રક્રિયા 23 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે, 22 ઓક્ટોબર સુધી ઉમેદવારો ઓફલાઈન અરજી કરી શકશે. ઉત્તર પૂર્વ ક્ષેત્રના લોકો 29 ઓક્ટોબર સુધી અપ્લાય કરી શકશે.

CISF પદોનું વિવરણ 
કોન્સ્ટેબલ કુક: 350
કોન્સ્ટેબલ મોચી: 13
કોન્સ્ટેબલ વાળંદ: 109
કોન્સ્ટેબલ ધોબી: 133
કોન્સ્ટેબલ સુથાર: 14
કોન્સ્ટેબલ સ્વીપર: 270
કોન્સ્ટેબલ પેઈન્ટર: 6
કોન્સ્ટેબલ માળી: 4
આ સિવાય વિવિધ પદો માટે પણ ભરતી કરવામાં આવશે. આ ભરતી વિશે વધુ માહિતી મેળવવાા માટે અહીં ક્લિક કરો: https://www.cisf.gov.in/recruitment/ 

લાયકાત અને ઉંમર સીમા 
ઇચ્છુક ઉમેદવારે સરકાર માન્ય સસ્કૂલમાંથી 10મુ ધોરણ પાસ કરેલું હોવું જોઈએ. આ પદો માટે 18થી 23વર્ષ સુધીના ઉમેદવારો જ અપ્લાય કરી શકશે.
ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા, ડોકયૂમેન્ટેશન અને ટ્રેડ ટેસ્ટ પર કરવામાં આવશે. SC, ST અને પૂર્વ સેનિક અધિકારીઓએ આ ભરતી માટે કોઈ ફી ભરવાની રહેશે નહીં જ્યારે અન્ય ઉમેદવારોએ 100 રૂપિયાની ફી ભરવી પડશે.