ભરતી / IPRમાં એપ્રેન્ટિસની 18 જગ્યા ભરાશે, 25 તારીખ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે

The IPR will fill 18 vacancies of apprentices, applying online till the 25th

  • ડિપ્લોમા અને ડિગ્રી એમ બન્ને વિભાગોમાં ભરતી કરવામાં આવશે
  • પસંદગી પામેલા ઉમેદવારોનું પોસ્ટિંગ ગાંધીનગરના ભાટ ખાતે આવેલા IPRમાં થશે

Divyabhaskar.com

Sep 15, 2019, 01:53 PM IST

યુટિલિટી ડેસ્ક: ઈન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝ્મા રિસર્ચ (IPR)એ એપ્રેન્ટિસની ખાલી પડેલી 18 જગ્યા પર ભરતી પ્રક્રિયા શરૂ કરી છે. ડિપ્લોમા અને ડિગ્રી એમ બન્ને વિભાગોમાં ભરતી કરવામાં આવશે. આ પદો માટે એપ્રેન્ટિસ પિરિયડ 1 વર્ષનો રહેશે.

ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસની 10 અને ડિપ્લોમા એપ્રેન્ટિસની 8 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. સિવિલ એન્જિનિઅરિંગ, કમ્યૂટર એન્જિનિઅરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિઅરિંગ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલી ક્મયૂનિકેશન, મિકેનિકલ એન્જિનિઅરિંગ, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કન્ટ્રોલ એન્જિનિઅરિંગ માટે ભરી કરવામાં આવશે.

ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ માટે ઉમેદવારે તેની ફિલ્ડમાં B.Tech અથવા B.E. વિથ ફર્સ્ટ કરેલું હોવું જોઈએ. ડિપ્લોમા એપ્રેન્ટિસ માટે ઉમેદવારે તેની ફિલ્ડમાં Diploma વિથ ફર્સ્ટ કલાસ કરેલું હોવું અનિવાર્ય છે.

ઉંમર
આ તમામ પોસ્ટ માટે વય મર્યાદા 26 વર્ષ સુધીની જ રાખવામાં આવી છે. SC/ST/EWS/OBC/PwBD/ESM ઉમેદવારોને છૂટછાટ આપવામાં આવી છે.

પે સ્કેલ
ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ 9000 પ્રતિ માસ
ડિપ્લોમા એપ્રેન્ટિસ 8000 પ્રતિ માસ

આ પોસ્ટ માટે ઉમેદવારોએ કોઈ પણ પ્રકારની ફીની ચૂકવણી કરવાની રહેશે નહીં. ઇચ્છુક ઉમેદવાર http://www.ipr.res.in/ વેબસાઈટ પર જઇને https://erecruit.ipr.res.in/app_Login/
અરજી કરી શકે છે. પસંદગી પામેલા ઉમેદવારોનું પોસ્ટિંગ ગાંધીનગરના ભાટ ખાતે આવેલા IPRમાં થશે.

X
The IPR will fill 18 vacancies of apprentices, applying online till the 25th
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી