સુવિધા / સરકારની નવી પોલિસી, હવે ગામડાઓમાં ઘરની પાસે જ પેટ્રોલ-ડિઝલ મળશે

The government's new policy will now get petrol-diesel near the houses in the villages

Divyabhaskar.com

Nov 27, 2019, 01:35 PM IST

યુટિલિટી ડેસ્કઃ કેન્દ્ર સરકારની નવી પોલિસી અનુસાર હવે ઓછામાં ઓછા 100 પેટ્રોલ-પંપની સ્થાપના માટે લાઇસન્સ આપવામાં આવશે. આ સાથે તેમાંથી 5 ટકા પેટ્રોલપંપ રિમોટ એરિયા (ગ્રામિણ વિસ્તારો)માં ખોલવાના રહેશે. તેનાથી આ વિસ્તારોમાં રહેતાં ગ્રામિણ લોકોને તેમના ઘરઆંગણે જ પેટ્રોલ- ડિઝલ મળી શકે. આ અંગે સરકારે એક ગેઝેટ નોટિફિકેશન પણ બહાર પાડી દીધું છે.

સરકારી નોટિફિકેશન અનુસાર, નવા ખુલનારા પેટ્રોલ પંપના સંચાલકોએ તેમના આઉટલેટ પર ઓછામાં ઓછા એક ગ્રીન ઇંધણની જોગવાઇ રાખવાની રહેશે. તેમાં સીએનજી, બાયોફ્યૂઅલ્સ, લિક્વિડ નેચરલ ગેસ અને ઇલેક્ટ્રીક વ્હિકલ ચાર્જિંગ પોઇન્ટનો સમાવેશ થાય છે. પેટ્રોલપંપ સંચાલકોએ તેમના આઉટલેટ ઉપર આ સુવિધા 3 વર્ષની અંદર ઉપલબ્ધ કરાવવાની રહેશે. ગત મહિનાથી સરકારે પેટ્રોલ પંપ સંબંધી નિયમોમાં રાહત આપી છે. તે અનુસાર સરકાર નોન-ઓઇલ કંપનીઓને પણ પેટ્રોલ પંપ સ્થાપવાની મંજૂરી આપી રહી છે. આ સેક્ટરમાં ભારત દૂનિયોનો સૌથી ઝડપી ઉભરતું બજાર બની રહ્યો છે.

કંપનીએ કરવું પડશે 2 હજાર કરોડનું રોકાણ
આ બદલાવ પછી ભારતમાં ફ્યુઅલ રિટેલિંગનું લાયસન્સ લેવા ઇચ્છુક કંપનીઓને ઓછામાં ઓછા રૂ.2000 કરોડનું મૂડીરોકાણ કરવાનુ રહેશે. તેમાં હાઇડ્રોકાર્બન એક્સ્પ્લોરેશન એન્ડ પ્રોડક્શન, રિફાઇનિંગ, પાઇપલાઇન અથવા એલએનજી ટર્મિનલની સ્થાપનામાં કરવામાં આવતાં મૂડીરોકાણનો પણ સમાવેશ થાય છે. નોટિફિકેશનમાં જણાવાયું છે કે, રિટેલ માર્કેટિંગમાં પ્રવેશ કરવા ઈચ્છતી કંપનીઓની ઓછામાં ઓછી નેટવર્થ અરજી સમયે રૂ. 250 કરોડની હોવી જોઇશે. અરજી કરવા માટે રૂ. 25 લાખની ફી નક્કી કરાઇ છે.

શરતો નહીં માનવા ઉપર રૂ.3 કરોડની પેનલ્ટી
ગ્રામિણ વિસ્તારોમાં નિર્ધારીત જગ્યાઓ ઉપર 5 ટકા પેટ્રોલપંપ નહીં લગાવવા ઉપર લાયસન્સ લેનારી કંપનીને પેનલ્ટી લાગશે. આ રકમ રૂ.3 કરોડ પ્રતિ પેટ્રોલપંપની રહેશે. જોકે, કંપની પ્રતિ પેટ્રોલપંપ એડવાન્સ જમા કરાવીને શરતથી બચી શકે છે. હાલ, દેશમાં IOC 28237, HPCL 15855 અને BPCL 15289 આઉટલેટનું સંચાલન કરે છે.

X
The government's new policy will now get petrol-diesel near the houses in the villages
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી