સુવિધા / કરમાફી યોજનાનો લાભ લેવા માટે સરકાર કરદાતાઓને લોન આપશે

The government will provide loans to taxpayers to take advantage of the tax amnesty scheme

  • 'સબ કા વિશ્વાસ' યોજના હેઠળ એક્સાઇઝ, સર્વિસ ટેક્સમાં છૂટ અપાશે
  • 30 દિવસમાં ટેક્સની બાકી રકમ ન ભરનાર કરદાતાઓને ફાયદો થશે

Divyabhaskar.com

Dec 01, 2019, 12:10 PM IST

યુટિલિટી ડેસ્ક. જીએસટી લાગુ થયા પહેલા સર્વિસ ટેક્સ અને એક્સાઇઝમાં જે કરદાતાઓને ટેકસની રકમ બાકી હતી કે, દાવાઓ ચાલી રહ્યા હોય તેમના માટે સરકાર 'સબકા વિશ્વાસ' સ્કીમ લાવી છે. આ સ્કીમના નિયમ પ્રમાણે કરદાતાઓ તેનો લાભ લઈ શકતા નહોતા. આ અંગે સરકારનું ધ્યાન જતા હવે કરદાતાઓ માટે લોનની સ્કીમ શરૂ કરવામાં આવશે.

કેન્દ્ર સરકારે સર્વિસ ટેક્સ અને સેન્ટ્રલ એક્સાઇઝના જૂના કેસોની પતાવટ માટે 'સબકા વિશ્વાસ' જૂના કેસ પતાવટ યોજના અમલમાં મૂકી છે, અત્યાર સુધી રૂ. 1500 કરોડનું કલેક્શન થતાં જે આશરે 0.50 પૈસા છે. સરકારે આ સ્કીમમાં કરદાતાઓનો ઉત્સાહ કેમ ઓછો છે તે અંગે સરવે કરતાં જાણવા મળ્યું કે, કરદાતા આ સ્કીમમાં જવા ઇચ્છે છે, પરંતુ સ્કીમના નિયમ પ્રમાણે 30 દિવસમાં ભરવાના થતા ટેકસના પૈસા હાથ પર ન હોવાથી કરદાતાઓ આ સ્કીમનો લાભ લેતા નથી. જેને લઇને સીબીઆઇસીએ દરેક કમિશનરને પત્ર લખી જે કોઇ વ્યક્તિ જવા માગતા હોય અને તેમને ફાઇનાન્સિયલ પ્રોબ્લેમ હોય તેવા લોકોનું લિસ્ટ બનાવી તેમના માટે સરકાર લોનની સ્કીમ લાવવાનું વિચારણા કરી રહી છે.

આમ જે કોઇ ડિફોલ્ટરને ટેકસ બાકી હોય, આ સ્કીમનો લાભ લેવા માંગતા હોય અને જો તેમની પાસે ટેકસની રકમ ભરવાના જરૂરી હાથ પર સરળતા ન હોય તો સરકારને જાણ કરી શકે છે. આવા કિસ્સામાં સરકાર કરદાતાને જરૂરી લોન સહાયતા મળી રહે તે માટે જરૂરી પગલા લેશે.

રકમ લોનના બદલે EMI આપવી જોઇએ
સરકારની સબકા વિશ્વાસ સ્કીમમાં કરદાતાઓને લોન આપવાના બદલે જો રકમના ઇન્સ્ટોલમેન્ટ કરી આપે તો કરદાતાઓ તેને સરળતાથી ભરી શકે છે અને તેમને મોટી રાહત મળશે.

X
The government will provide loans to taxpayers to take advantage of the tax amnesty scheme
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી