સરકાર ઈલેક્ટ્રિક વાહનોને ટોલ ટેક્સ ફ્રી કરવાની તૈયારીમાં છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઈલેક્ટ્રિક વાહન ખરીદવા પર ઈન્કમ ટેક્સમાં છૂટ સહિત સબસિડીની વ્યવસ્થા છે
  • રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મિનિસ્ટ્રી એક નવી ટોલ પોલિસી પર કામ કરી રહી છે
  • ઈલેક્ટ્રિક ગાડીઓને ટોલ ફ્રી કરવાનો અથવા 50 ટકા છૂટ આપવાની જોગવાઈ

યુટિલિટી ડેસ્ક. ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે સરકાર આ વાહનો પર ટોલ ટેક્સમાં છૂટ આપવાની તૈયારીમાં છે. આ છૂટ આગામી પાંચ વર્ષ સુધી લાગૂ કરવામાં આવી શકે છે. ઈલેક્ટ્રિક વાહન ખરીદવા પર ઈન્કમ ટેક્સમાં છૂટ સહિત સબસિડીની વ્યવસ્થા છે. પરંતુ તેમ છતાં છેલ્લાં 6 વર્ષમાં માત્ર 8 હજાર ઈલેક્ટ્રિક કારનું વેચાણ થયું છે. રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મિનિસ્ટ્રી એક નવી ટોલ પોલિસી પર કામ કરી રહી છે, જેમાં ઈલેક્ટ્રિક ગાડીઓને ટોલ ફ્રી કરવાનો અથવા 50 ટકા છૂટ આપવાની જોગવાઈ કરવામાં આવી શકે છે.

તેનાથી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) પર ભાર વધશે

ટોલથી વધારે આવક થાય છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ની આવકનો મોટો હિસ્સો ટોલ ટેક્સથી આવે છે. એવામાં ટોલ ટેક્સમાં છૂટથી NHAIની આવક પર અસર થશે. એનએચએઆઈ અને પ્રાઈવેટ કંસેશનેયર્સ આ નુકસાન માટે હાઈવે બનાવનારી ઓથોરિટી પાસેથી વળતરની માગ કરી શકે છે

NHAI પર વધતું દેવું
NHAIની પાસે નવા રસ્તા બનાવવા માટે પૈસા નથી. પીએમઓ તરફથી તેને પત્ર લખીને અત્યારે રસ્તાનું બાંધકામ અટકાવવાની સલાહ આપી હતી.
નાણાકીય વર્ષ 2013-14માં નેશનલ હાઈવે બનાવવાની ઝડપ પ્રતિ દિવસ 12 કિલોમીટર હતી. પરંતુ 2018-19માં નેશનલ હાઈવે બનાવવાની સ્પીડ બે ગણી વધીને 27 કિલોમીટર પ્રતિ દિવસ થઈ ગઈ છે. તેના કારણે NHAI પર 40 હજાર કરોડ રૂપિયાનું દેવું વધીને 1.78 લાખ કરોડ થઈ ગયું છે. જો તેમાં સુધારો કરવામાં નહીં આવે તો નાણાકીય વર્ષ 2022-23 સુધીમાં તેનું દેવું વધીને 3.3 લાખ કરોડ થઈ શકે છે.

લોકોને પસંદ નથી આવી રહ્યાં ઈલેક્ટ્રિક વાહન
એક રિપોર્ટના જણાવ્યા અનુસાર, ભારતમાં છેલ્લાં 6 વર્ષમાં માત્ર 8 હજાર ઈલેક્ટ્રિક કારનું વેચાણ થયું છે, જ્યારે આ બાબતમાં ભારતનો હરીફ દેશ ચીન આગળ છે. ચીનમાં બે દિવસમાં સરેરાશ 8 હજાર ઈલેક્ટ્રિક કારનું વેચાણ થાય છે. ભારતમાં ઈલેક્ટ્રિક કાર મોંઘી હોવાથી તથા તેને લગતું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ન હોવાથી તેનું વેચાણ ઓછું થઈ રહ્યું છે.