GATE 2020 / વર્ષ 2020ની GATEની પરીક્ષાનું સમયપત્રક જાહેર થયું, 1 ફેબ્રુઆરીથી પરીક્ષાની શરૂઆત થશે

The GATE exam schedule for the year 2020 has been announced, the exam will start from 1st February

  • આ પરીક્ષાનું આયોજન 1,2,8,અને 9 ફેબ્રુઆરીના રોજ 8 શિફ્ટમાં કરવામાં આવશે
  • આ પરીક્ષામાં ખોટા જવાબ માટે નેગેટિવ માર્કિંગ રાખવામાં આવ્યું છે

Divyabhaskar.com

Nov 28, 2019, 12:18 PM IST

યુટિલિટી ડેસ્કઃ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (દિલ્હી)એ GATE (ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ ઈન એન્જિનિઅરિંગ) 2020ની પરીક્ષાનું સમયપત્રક જાહેર કર્યું છે. આ પરીક્ષા માટે અપ્લાય કરેલ ઉમેદવારો સમયપત્રકને GATEની ઓફિશિયલ વેબસાઈટ પર જોઈ શકશે. આ પરીક્ષાનું આયોજન દેશભરમાં 1,2,8,અને 9 ફેબ્રુઆરીના રોજ 8 શિફ્ટમાં કરવામાં આવશે.

સમયપત્રક
1 ફેબ્રુઆરીએ સેશન કોડ s1 અને s2 માટે IN, ME1, MT, PE, PH, CY, ME2 અને PI પેપર કોડની પરીક્ષા યોજાશે.
2 ફેબ્રુઆરીએ સેશન કોડ s3 અને s4 માટે AR, BM, BT, CH, MA, MN, ST, XE, XL, AE, AG, EC અને GG પેપર કોડની પરીક્ષા યોજાશે.
8 ફેબ્રુઆરીએ સેશન કોડ s5 અને s6 માટે EE, EY, TF અને CS પેપર કોડની પરીક્ષા યોજાશે.
9 ફેબ્રુઆરીએ સેશન કોડ s7 અને s8 માટે CE1 અને CE2 પેપર કોડની પરીક્ષા યોજાશે.

કમ્પ્યૂટર બેઝ્ડ આ પરીક્ષામાં 100 માર્ક્સના કુલ 65 સવાલો પૂછવામાં આવશે. પ્રશ્નપત્રમાં MCQ (મલ્ટિપલ ચોઈસ ક્વેશન) અને ફિલઈન બ્લેન્ક્સ પ્રકારનાં પ્રશ્નો પૂછવામાં આવશે. આ પરીક્ષામાં ખોટા જવાબ માટે નેગેટિવ માર્કિંગ રાખવામાં આવ્યું છે. આ પરીક્ષાને 2 ભાગમાં વહેંચવામાં આવી છે. તેમાં જનરલ એપ્ટિટ્યુડ, એન્જિનિઅરિંગ મેથ અને કોર એન્જિનિઅરિંગ વિષય સામેલ કરવામા આવ્યા છે.

GATE 2020 પરીક્ષાનું સમયપત્રક જોવા માટે અહીં ક્લિક કરો: http://gate.iitd.ac.in/eschedule.php

GATEની પરીક્ષાનું આયોજન પોસ્ટ ગ્રેજ્યુએટ એન્જિનિઅરિંગ એડમિશન માટે કરવામાં આવે છે. એક વખત આપેલ પરીક્ષાનું પરિણામ 3 વર્ષ સુધી માન્ય ગણાય છે. B.E ane B.Techની ડિગ્રી ધરાવતા વિધાર્થીઓ GATEની પરીક્ષા માટે એલિજિબલ ગણાય છે.

X
The GATE exam schedule for the year 2020 has been announced, the exam will start from 1st February
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી