• Home
  • Utility
  • Utility News
  • The final deadline for the fastag was delayed until December 15, with vehicles having to pay double tolls on the highway.

નિર્ણય / ફાસ્ટેગ લગાવવાની અંતિમ તારીથ 15 ડિસેમ્બર સુધી લંબાવામા આવી, વાહનોને હાઈવે પર ડબલ ટોલ ચૂકવવો પડશે

The final deadline for the fastag was delayed until December 15, with vehicles having to pay double tolls on the highway.

  • કેન્દ્ર સરકારે અગાઉ 1 ડિસેમ્બરથી વાહનો માટે ફાસ્ટેગ ફરજિયાત કરવાની જાહેરાત કરી હતી
  • અવધિ સમાપ્ત થયા બાદ, ફાસ્ટેગ વિનાના વાહનો પાસેથી ડબલ ટોલ વસૂલવામાં આવશે

Divyabhaskar.com

Dec 01, 2019, 04:50 PM IST

યુટિલિટી ડેસ્ક. કેન્દ્ર સરકારે ફાસ્ટેગ લગાવવાની માટેની અંતિમ તારીખ લંબાવી છે. હવે 15 ડિસેમ્બર સુધી વાહન ચાલકોની પાસે ફાસ્ટેગ લગાવવાનો સમય છે. માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયે અગાઉ જાહેરાત કરી હતી કે 1 ડિસેમ્બરથી ફાસ્ટેગ દ્વારા ટોલ વસૂલવામાં આવશે. સમય મર્યાદા પૂરી થઈ ગયા બાદ ફાસ્ટેગ વગરના વાહનોને ટોલ પ્લાઝા પર ડબલ ટોલ ચૂકવવો પડશે.

મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, ‘નાગરિકોને પોતાના વાહનોમાં ફાસ્ટેગ લગાવવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો હતો. હવે નિર્ણય લેવામાં આવ્યો છે કે 15 ડિસેમ્બર 2019 સુધી તમામ ટોલ પ્લાઝાને ફાસ્ટેગ લેન તરીકે જાહેર કરવામાં આવશે’. ‘પરિવહન મંત્રાલય નેશનલ ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન પ્રોગ્રામ અંતર્ગત સમગ્ર દેશમાં વાહનોને ટ્રાફિકની સમસ્યા ન થાય તે માટે રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન ટેક્નોલોજીના અમલ પર કામ કરી રહ્યું છે’.


27 નવેમ્બર સુધી 70 લાખથી વધુ ફાસ્ટેગ જારી કરવામાં આવ્યા
પ્રાપ્ત આંકડાના પ્રમાણે, 27 નવેમ્બર સુધી 70 લાખથી વધુ ફાસ્ટેગ રિલિઝ કરવામાં આવ્યા છે. 26 નવેમ્બરના રોજ એક દિવસમાં સૌથી વધારે 1,35,583 ફાસ્ટેગ જારી કરવામાં આવ્યા હતા. સરકાર દ્વારા 1 ડિસેમ્બરથી આ નિયમ લાગુ કરવાની જાહેરાત કર્યા બાદ ફાસ્ટેગ લગાવવામાં 330 ટકાનો વધારો નોંધાયો હતો. ફાસ્ટેગ લગાવવાની સંખ્યા જુલાઈમાં સરેરાશ 8,000 હતી તો નવેમ્બરમાં તે સંખ્યા 35,000 પહોંચી ગઈ. 21 નવેમ્બર સુધી ફાસ્ટેગ ફ્રીમાં લગાવવામાં આવશે તેવી જાહેરાત બાદ તેમાં ઝડપી વધારો જોવા મળ્યો હતો.

X
The final deadline for the fastag was delayed until December 15, with vehicles having to pay double tolls on the highway.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી