તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • The EPFO Alerted People To The Fraud, Telling Them Not To Share Personal Information Over The Phone

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

EPFOએ લોકોને ફ્રોડ અંગે અલર્ટ કર્યાં, ફોન પર પર્સનલ ઇન્ફોર્મેશન શેર ન કરવા જણાવ્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુટિલિટી ડેસ્કઃ એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)એ PF સબ્સ્ક્રાઇબર્સને ચેતવણી આપી છે કે, તેઓ ફોન પર કોઈની સાથે વ્યક્તિગત માહિતી શેર ન કરે. EPFOનું કહેવું છે કે તે ક્યારેય કોઇપણ માહિતી માટે તમારી પાસેથી ક્યારેય વ્યક્તિગત માહિતી માગતું નથી અને તમને કોઈ રકમ બેંકમાં જમા કરાવવા રિક્વેસ્ટ પણ નથી કરતું. તેથી, તમારી પર્સનલ ઇન્ફોર્મશન ફોન પર કોઇની સાથે શેર કરવી નહીં.
 

ગયા મહિને પણ EPFOએ સાવચેત કર્યા હતા
ગયા મહિને પણ EPFOએ તેના ગ્રાહકોને અપીલ કરી હતી કે, તેઓ ફોન પર આધાર નંબર, પાન, બેંક વિગતો સંબંધિત કોઈપણ વ્યક્તિગત માહિતી શેર ન કરવી. EPFO પણ PF સબ્સ્ક્રાઇબર્સને યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) નંબર શેર કરવા માટે પ્રતિબંધિત કરે છે. ગયા મહિને EPFOએ આ સંદર્ભમાં તેની વેબસાઇટ અને ટ્વિટર પર લખ્યું હતું કે, અમે તમને ફોન પર પાન, આધાર નંબર અથવા બેંકની વિગતો સાથે સંબંધિત કોઈ માહિતી પૂછતા નથી. બનાવટી કોલ્સના રિસ્પોન્સમાં તમારે તમારી વ્યક્તિગત માહિતી શેર ન કરવી.
 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ સંપર્ક કરી શકે છે
EPFOએ તેના 6 કરોડ સબસ્ક્રાઇબર્સને અનેક પ્રકારની સુવિધા આપે છે. તેમાં 12 લાખ એમ્પ્લોયર્સ અને 65 લાખ પેન્શનર્સ પણ સામેલ છે. જો તમે પણ EPFO સબસ્ક્રાઇબર છો અને તમને કોઈ સમસ્યા હોય તો તમે ટ્વિટર અથવા ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા સંપર્ક કરી શકો છો.
 

આ માધ્યમોથી પણ ફરિયાદ દાખલ કરાવી શકાય
તમે લેબર મિનિસ્ટ્રીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ તમારી ફરિયાદ નોંધાવી શકો છો. તમારી ફરિયાદની નોંધ લેતા લેબર મિનિસ્ટ્રી EPFOને જરૂરી કાર્યવાહી કરવા આદેશ આપે છે. તમારી પાસે EPFOને સીધો સંપર્ક કરવાનો વિકલ્પ પણ છે. EPFO માટે ટોલ ફ્રી નંબર 1800118005 છે, જે દરરોજ 24 કલાક ખુલ્લો રહે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો