ઈ-એસેસમેન્ટ / ફેસલેસ એસેસમેન્ટ માટે આવકવેરા વિભાગે નેશનલ ઈ-એસેસમેન્ટ સેન્ટર શરૂ કર્યાં

The Department of Income Tax for the Faceless Assessment has started a National e-Assessment Center

  • કરદાતાઓની એસેસમેન્ટ પ્રક્રિયામાં કાર્યક્ષમતા, પારદર્શિતા અને જવાબદારી વધશે
  • શરૂઆતમાં નેશનલ ઈ-એસેસમેન્ટ સેન્ટર હેઠળ 58,322 આવકવેરા કેસોની પસંદગી કરવામાં આવી છે

Divyabhaskar.com

Oct 09, 2019, 01:49 PM IST

યુટિલિટી ડેસ્ક. આવકવેરા વિભાગે ડાયરેક્ટ કોન્ટેક્ટ વગર ઈ-એસેસમેન્ટ યોજના શરૂ કરી છે. તેને કરવેરા સુધારણામાં એક મોટી પહેલ માનવામાં આવે છે. તેનાથી કરદાતાઓ અને કર અધિકારીઓને સામ-સામે આવવાની જરૂર નહીં પડે. શરૂઆતમાં નેશનલ ઈ-એસેસમેન્ટ સેન્ટર હેઠળ 58,322 આવકવેરાના કેસની પસંદગી કરવામાં આવી છે. પહેલા તબક્કામાં ઈ-એસેસમેન્ટ સ્કીમ 2019 માટે પસંદ કરવામાં આવી છે. તેના માટે 30 સપ્ટેમ્બર પહેલાં ઈ-નોટિસ જાહેર કરવામાં આવી હતી.

રેવન્યૂ ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ, નવી પહેલથી એસેસમેન્ટ પ્રક્રિયામાં કાર્યક્ષમતા, પારદર્શિતા અને જવાબદારી આવશે. કરદાતાઓ અને કર અધિકારીઓને સામ-સામે આવવાની જરૂર નહીં રહે. નેશનલ ઈ-એસેસમેન્ટ સેન્ટર સમગ્ર દેશમાં અધિકારીઓની દખલ વગર ઈ-એસેસમેન્ટ યોજનામાં મદદ કરશે. તેનાથી કરદાતાઓને લાભ થશે. રેવન્યૂ ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે, આ યોજનાથી કરદાતાઓ સરળતાથી પાલન કરી શકશે, પારદર્શિતા અને કાર્યક્ષમતા વધશે, કામગીરી સરળ બનશે, આકારણીની ગુણવત્તામાં સુધારો થશે અને કેસોના ઝડપથી નિકાલ થઈ શકશે.

નેશનલ ઈ-એસેસમેન્ટ યોજના હેઠળ એસેસમેન્ટ અધિકારી અને કરદાતાઓ વચ્ચે માનવીય સંપર્ક સમાપ્ત થઈ જશે. મોટા સ્તરે (ઈકોનોમી ઓફ સ્કેલ) પર સંસાધનોનો વધુ ઉપયોગ કરવામાં આવશે. પારદર્શિતા અને કાર્યક્ષમતા વધશે. તેનાથી અસેસ્મન્ટની ગુણવત્તા અને મોનિટરિંગમાં સુધારો થશે. એક જ એજન્સી ફેસલેસ એસેસમેન્ટનું કામ કરશે, તેનાથી કુશળતા વધશે. કેસની કાર્યવાહી ઝડપથી કરવામાં આવશે.

X
The Department of Income Tax for the Faceless Assessment has started a National e-Assessment Center
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી