યુટિલિટી ડેસ્ક. યૂનિક આઇડેન્ટિફિકેશન ઑથૉરિટિ ઓફ ઈન્ડિયા (UIDAI)એ આધાર કાર્ડમાં નામ, જેન્ડર અને જન્મ તારીખમાં ફેરફાર કરવા પર મર્યાદા બાંધી દીધી છે. હવે કોઈ પણ આધાર કાર્ડ હોલ્ડર માત્ર બે વખત જ નામ બદલાવી શકશે. જેન્ડર અને ડેટ ઓફ બર્થમાં એક જ વખત ફેરફાર કરાવી શકાશે. UIDAIના જણાવ્યા મુજબ, આખા જીવનકાળ દરમિયાન માત્ર બે વાર નામ બદલવાની મંજૂરી આપવામાં આવશે. જ્યારે જેન્ડરમાં માત્ર એક જ વખત ફેરફાર કરવામાં આવશે. જન્મ તારીખમાં ફેરફાર કરવા માટે દસ્તાવેજી પુરાવા સાચા હોવા જરૂરી છે.
જૂની શરતોમાં કોઈ ફેરફાર નથી
UIDAIના જણાવ્યા મુજબ, બીજા તમામ અપડેટની અગાઉની શરતો યથાવત રહેશે. તેમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યા. આ આદેશ UIDAIના સીઈઓની મંજૂરી બાદ જાહેર કરવામાં આવ્યો છે.
આ રીતે અપડેટ કરવું એડ્રેસ
જો તમે શહેર બદલી રહ્યા હો અથવા ઘર બદલી રહ્યા હો તો તમારા માટે આધાર કાર્ડ અપડેટ કરાવવું જરૂરી છે. તેના માટે તમારે નજીકના આધાર કેન્દ્ર પર જવાનું રહેશે.
કેટલો ચાર્જ લાગશે
આધાર કેન્દ્ર પર જ્યારે તમે આધાર અપડેટ કરાવવા જાઓ છો તો ધ્યાન રાખવાનું રહેશે કે, તમારે ડેમોગ્રાફિક ફેરફાર માટે 50 રૂપિ ા+GST ચાર્જ તરીકે આપવાના રહેશે. તે ઉપરાંત તમારે બાયોમેટ્રિક અપડેટ કરાવવાનું હોય તો 50+GST ચાર્જ ચૂકવવો પડશે.
e-KYC
આધાર સર્ચ માટે (ઈ-કેવાયસી, કલર પ્રિંટ આઉટ વગેરે) 30રૂપિયા+GST ચાર્જ તરીકે ચૂકવવા પડશે. નવું આધાર કાર્ડ બનાવવા માટે કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં. તે ઉપરાંત જે બાયોમેટ્રિક્સની જરૂર પડશે તે પણ મફતમાં અપડેટ થશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.