• Home
  • Utility
  • Taxpayer return file from the second day of the financial year ending March 31st

ઈન્કમટેક્સ રિટર્ન / 31 માર્ચે નાણાકીય વર્ષ પૂરું થયાના બીજા દિવસથી કરદાતા રિટર્ન ફાઇલ

Taxpayer return file from the second day of the financial year ending March 31st

  • ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે નાણાકીય વર્ષ પૂરું થતાં પહેલાં સુગમ અને સહજ રિટર્ન જાહેર કર્યા
  •  31 માર્ચે નાણાકીય વર્ષ પૂરું થયાના બીજા દિવસથી કરદાતા રિટર્ન ફાઇલ કરવા ઉપરાંત રિફંડ ક્લેઈમ કરી શકશે
  •  સરકારે વર્ષ પૂરું થતા પહેલાં જ આ રિટર્ન જાહેર કરી કરદાતાઓને સુવિધા આપી છે

Divyabhaskar.com

Jan 06, 2020, 12:25 PM IST

યુટિલિટી ડેસ્ક. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે આ વર્ષે પહેલીવાર નાણાકીય વર્ષ પૂરું થાય તે પહેલાં પગારદાર અને વેપારી વર્ગ માટે સુગમ અને સહજ રિટર્ન જાહેર કર્યા છે. તેનાથી 31 માર્ચે નાણાકીય વર્ષ પૂરું થયાના બીજા દિવસથી કરદાતા રિટર્ન ફાઇલ કરવા ઉપરાંત રિફંડ ક્લેઈમ કરી શકશે.

ઈન્કમટેક્સ રિટર્ન-1 સહજ રિટર્ન વ્યક્તિગત કરદાતા, પગારદાર, ભાડાની આવક, રોકાણની આવક મેળવતા કરદાતાએ ભરવાનું રહેશે. જ્યારે જે કરદાતા ધંધાકીય આવક, કોન્ટ્રાક્ટની આવક, રિટેઈલ આવક, ટ્રાન્સપોર્ટની આવક અથવા તો ઓડિટ ચોપડા કરાવીને રિટર્ન ભરવાનું થતું હોય તેવા કરદાતાએ આઇટીઆર-04 સુગમ રિટર્ન ભરવાનું રહેશે.

કરદાતાને રાહત
સામાન્ય રીતે સરકારે જાહેર કરેલા સમય મર્યાદા મુજબ દરેક કરદાતાએ 31 જુલાઇ 2020 પહેલા રિટર્ન ભરી દેવું પડે છે. લેટ ફાઈલિંગ કરનારને 1 હજારથી 10 હજાર સુધીનો દંડ થાય છે. તેમાં સરકારે વર્ષ પૂરું થતા પહેલાં જ આ રિટર્ન જાહેર કરી કરદાતાઓને સુવિધા આપી છે.

X
Taxpayer return file from the second day of the financial year ending March 31st

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી